ટ્રેનમાં તે પ્રવાસીઓના ધ્યાનનું કેન્દ્ર બન્યો હતો. ઘણા લોકોએ તેના આ પોસ્ટરના ફોટો પણ લીધા હતા.
તસવીરો : નિમેશ દવે
એક અઠવાડિયા પહેલાં દિલ્હીથી આવેલો રામ અવતાર નામનો યુવાન આ સપનાની નગરીમાં ટકી રહેવા માટે કામની તલાશમાં છે અને તેણે કામ શોધવા માટે નોખી તરકીબ અપનાવી છે. રામ અવતાર પોતાના સ્વેટર અને હેવરસૅક બૅગ પર ‘મને કામની જરૂર છે’ એવું પોસ્ટર લગાવીને ફરી રહ્યો છે. એના પર તેણે પોતાનો મોબાઇલ નંબર પણ લખ્યો છે. અત્યારે તેની પાસે રહેવા માટે ઘર નથી, પણ એનો તેને જરાય મલાલ નથી. જરા પણ વિચલિત થયા વગર તે કહે છે કે હું તો રોજ નવાં-નવાં સ્ટેશનો પર રાત વિતાવું છું એટલે અત્યારે તો મારી પાસે ઘણાં ઘર કહેવાય. મમ્મી-પપ્પા રામ અવતારને પાછો જૌનપુર બોલાવી રહ્યાં છે, પણ તે જીવનમાં પગભર થયા વગર ઘરે પાછો જવા નથી માગતો અને આ જ કારણસર તે જેમ બને એમ જલદી નોકરી મેળવવા માગે છે. લોકલ ટ્રેનમાં તે પ્રવાસીઓના ધ્યાનનું કેન્દ્ર બન્યો હતો. ઘણા લોકોએ તેના આ પોસ્ટરના ફોટો પણ લીધા હતા.