Jitendra Awhad Controversial Statement: જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે ભગવાન રામ શાકાહારી નહોતા, પરંતુ તેઓ માંસાહારી હતા.
નેતા જિતેન્દ્ર આવ્હાડ અને ભગવાન રામની તસવીરનો કૉલાજ
કી હાઇલાઇટ્સ
- જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે ભગવાન રામ માંસાહારી હતા
- આ વિવાદાસ્પદ નિવેદન સામે ભાજપે કડક વલણ દાખવ્યું છે
- બીજેપી નેતા રામ કદમે તો એફઆઇઆર નોંધવા માટે ફરિયાદ દાખલ કરી છે
એનસીપીના એક નેતા જીતેન્દ્ર આવ્હાડે મહારાષ્ટ્રના શિરડીમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન (Jitendra Awhad Controversial Statement) આપ્યું હતું. તેઓના ભગવાન રામને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને ચર્ચાઓ જાગી છે.
જિતેન્દ્ર આવ્હાડે પોતાના નિવેદનમાં ભગવાન રામને લઈને કરી આ વાત
જિતેન્દ્ર આવ્હાડે કહ્યું (Jitendra Awhad Controversial Statement) હતું કે ભગવાન રામ શાકાહારી નહોતા, પરંતુ તેઓ માંસાહારી હતા. આ સાથે જ NCP નેતાએ કહ્યું કે જે વ્યક્તિ 14 વર્ષ સુધી જંગલમાં રહ્યો હોય તે શાકાહારી ખોરાક શોધવા ક્યાં ગયો હશે? લોકોએ આ બાબતે વિશે વિચારવું જોઈએ. NCP નેતાના આ નિવેદન પર ભાજપે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
જેમ જેમ રામ મંદિરના અભિષેકની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આ મુદ્દે રાજકારણ પણ વધી રહ્યું છે તેવું જણાઈ રહ્યું છે. આ દરમિયાન ભગવાન રામને લઈને એનસીપી- શરદ પવાર જૂથના એક નેતાનું આ રીતનું વિવાદાસ્પદ નિવેદન સામે આવતા રાજકારણ વધુ ગરમાયું છે.
ભાજપ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે
એનસીપી - શરદ પવાર જૂથના નેતા જીતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને માંસાહારી ગણાવ્યા હતા. આ રીતે તેમનું વિવાદાસ્પદ નિવેદન (Jitendra Awhad Controversial Statement) સામે આવતા ભાજપે કડક વલણ અપનાવ્યું છે. બીજેપી નેતા રામ કદમે તો એફઆઇઆર નોંધવા માટે ફરિયાદ દાખલ કરી છે.
ભાજપ તરફથી આકરી ટીકા સાથે અપાઈ આ પ્રતિક્રિયા
જિતેન્દ્ર આવ્હાડની ભગવાન રામને લઈ અપાયેલી ટિપ્પણી (Jitendra Awhad Controversial Statement) પર ભાજપ તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. ભાજપના પ્રવક્તા રામ કદમે કહ્યું હતું કે શરદ પવારની પાર્ટીના એક નેતા ભગવાન રામ વિરુદ્ધ વાંધાજનક અને બનાવટી નિવેદનો આપી રહ્યા છે. તેઓ દાવો કરી રહ્યા છે કે જ્યારે ભગવાન રામ 14 વર્ષ સુધી વનવાસમાં હતા ત્યારે તેઓ માંસ ખાતા હતા. મને ખબર નથી કે તેણે આવી ટિપ્પણી શા માટે કરી અને મને આશ્ચર્ય થાય છે કે શું તે પોતે ત્રેતાયુગમાં તેને જોવા ગયા હતા?
આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે તેઓએ અપશબ્દોનો ઉપયોગ કર્યો અને અમારી ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તેટલું જ નહીં આ નિવેદનને કારણે કરોડો રામ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાજપના નેતા રામ કદમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે તેઓ ઘાટકોપર ચિરાગ નગર પોલીસ સ્ટેશનમાં જશે.
બીજેપી ધારાસભ્ય રામ કદમે વધુમાં કહ્યું કે જિતેન્દ્ર આવ્હાડનું આ ખૂબ જ હાસ્યાસ્પદ નિવેદન (Jitendra Awhad Controversial Statement) છે, શું તે જોવા ગયા હતા કે શ્રી રામ જંગલમાં શું ખાતા હતા? 22મીએ રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન થઈ રહ્યું હોવાથી આ લોકોને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. આટલા મોટા નિવેદન પછી રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે કેમ ચૂપ છે?