Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જિયો વર્લ્ડ ગાર્ડનમાં યોજાશે ધ ગ્રેટ ઇન્ડિયન દાંડિયા ફેસ્ટિવલ

જિયો વર્લ્ડ ગાર્ડનમાં યોજાશે ધ ગ્રેટ ઇન્ડિયન દાંડિયા ફેસ્ટિવલ

Published : 30 September, 2023 04:26 PM | IST | Mumbai
Partnered Content

જિયો વર્લ્ડ ગાર્ડનમાં આ નવરાત્રિમાં યોજાશે સૌથી પ્રીમિયમ દાંડિયા અનુભવ અને સાંસ્કૃતિક ઉત્સવ ધ ગ્રેટ ઇન્ડિયન દાંડિયા ફેસ્ટિવલ

ડાબેથી જમણે નીરજ રોય, શ્રુતિ પાઠક, દિવ્યા કુમાર, અમેયા દબલી અને દીપક ચૌધરી

ડાબેથી જમણે નીરજ રોય, શ્રુતિ પાઠક, દિવ્યા કુમાર, અમેયા દબલી અને દીપક ચૌધરી


ઈવા લાઈવ, હંગામા અને એડી વેન્ચર્સ સંયુક્ત રીતે નૃત્ય, સંગીત અને પરંપરાઓની અદભૂત ઊજવણી રજૂ કરે છે અને સૌથી શ્રેષ્ઠ દાંડિયા અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરે છે.


ઈવા લાઈવ, હંગામા ડિજિટલ મીડિયા એન્ટરટેઈનમેન્ટ, અને એડી વેન્ચર્સ પ્રોડક્શન ગર્વભેર “ધ ગ્રેટ ઈન્ડિયન દાંડિયા ફેસ્ટિવલ”ની જાહેરાત કરે છે, જે મુંબઈના બીકેસીમાં આઈકોનિક જિયો વર્લ્ડ ગાર્ડન ખાતે 20મીથી 24મી ઓક્ટોબર, 2023 સુધી ઉપસ્થિતો ગરબાપ્રેમીઓના દિલોદિમાગને મોહિત કરવા માટે આયોજિત થયેલ પાંચ દિવસનો નવરાત્રિ વિશેષ કાર્યક્રમ છે.



નૃત્ય, સંગીત અને પરંપરાઓની આ અદભૂત ઊજવણી દાંડિયાના અનુભવને પુનઃ વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે, જે દિવ્યા કુમાર, શ્રુતિ પાઠક અને અમેયા દાબલી જેવા વખાણાયેલા કલાકારોના મંત્રમુગ્ધ પર્ફોર્મન્સ દ્વારા સમૃદ્ધ સાંસ્કૃતિક ઉત્સવોનું અસાધારણ મિશ્રણ પ્રદાન કરે છે. આ અસાધારણ પ્રતિભાશાળી હસ્તીઓ આ નોંધપાત્ર કાર્યક્રમમાં તેમની વિશિષ્ટ શૈલીઓ ઉમેરશે, જે તમામ ઉપસ્થિતો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે.


ઈવા લાઈવના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર દીપક ચૌધરીએ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “અમે આ નવરાત્રિના તહેવારે મુંબઈના સૌથી પ્રીમિયમ દાંડિયાનો અનુભવ રજૂ કરતાં ગર્વ અનુભવીએ છીએ જેનું નિર્માણ ઈવા લાઈવ દ્વારા હંગામા સાથેની ભાગીદારી કરવામાં આવ્યું છે  અને એડી વેન્ચર્સ દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યું છે. ગરબાનું સ્થળ જિયો વર્લ્ડ ગાર્ડન, ન કેવળ દાંડિયા રમનારાઓને અનુરૂપ બનાવવા માટે વિચારપૂર્વક પસંદ કરવામાં આવ્યું છે કારણ કે તે કેન્દ્રમાં સ્થિત છે પરંતુ તેમને જગ્યાની વૈભવી સુવિધા પૂરી પાડવા માટે શ્રેષ્ઠ પણ છે. અમે મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે તેવી અપેક્ષા રાખી રહ્યા હોવાથી, અમે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે દાંડિયા પ્રેમીઓ માટે મન મૂકીને ગરબા રમવા અને આ સમયને યાદગાર બનાવવા માટે પૂરતી જગ્યા હોય. સૌથી મહત્વની બાબત એ છે કે ધ ગ્રેટ ઈન્ડિયન દાંડિયા ઉત્સવને સમજદાર પ્રેક્ષકોની અપેક્ષાઓને અનુરૂપ કાળજીપૂર્વક કલ્પના અને નવીન રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તેને સાંસ્કૃતિક ઉત્સવ તરીકે ક્યુરેટ કરવામાં આવ્યો છે, જે મુંબઈવાસીઓ પ્રથમ વખત જોશે. લોકો પરિવાર અને મિત્રો સાથે વિવિધ પ્રકારની વાનગીઓ અને સંપૂર્ણ રેન્જના શોપિંગની સાથે આ કાર્યક્રમનો પૂરેપૂરો આનંદ લઈ શકે છે. આ કાર્યક્રમ વાઇબ્રન્ટ કલાકારો અને તેમના મંત્રમુગ્ધ પ્રદર્શન સાથે શુદ્ધ મનોરંજન પૂરૂં પાડશે. અમેયા દાબલી શ્રેષ્ઠ ગુજરાતી સંગીત લાવશે જ્યારે દિવ્યા કુમાર તેમની ભાવપૂર્ણ ગાયકી અને પ્રસિદ્ધ બોલિવૂડ દિવા શ્રૃતિ પાઠક પોતાની વૈવિધ્યસભર ગાયકી માટે જાણીતા છે. મને ખાતરી છે કે દરેક વ્યક્તિ માટે કંઈક એવું હશે જેનો એક સાથે આનંદ માણી શકાય.”

હંગામા ડિજિટલ મીડિયા એન્ટરટેઇનમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર નીરજ રોયે જણાવ્યું હતું કે, “અમે એક અસાધારણ કાર્યક્રમ રજૂ કરતા આનંદિત છીએ જે ડિજિટલ અને વાસ્તવિક-વિશ્વના વૈભવના સંપૂર્ણ મિશ્રણનું વચન આપે છે - ધ ગ્રેટ ઇન્ડિયન દાંડિયા ફેસ્ટિવલ. અમારા અત્યાધુનિક ટેક્નોલોજીના કૌશલ્યથી, અમારું લક્ષ્ય સંસ્કૃતિ, સંગીત અને એકતાની અવિસ્મરણીય ઊજવણી કરવાનું છે. આ સાથે, અમે અમારા પ્રેક્ષકોને અનોખા પ્રિવિલેજ ઓફર કરીને, કોન્સર્ટના અનુભવમાં ક્રાંતિ લાવવાની આશા રાખીએ છીએ જે આ ઊજવણીના અનુભવને અપ્રતિમ ઊંચાઈઓ સુધી લઈ જશે.”


પ્રખ્યાત સેલિબ્રિટી ગાયક, માસ્ટ્રો મ્યુઝિક ક્યુરેટર અને એડી વેન્ચર્સ પ્રોડક્શનના સ્થાપક તથા જેમના નામે 1,800થી વધુ કોન્સર્ટ્સ બોલે છે તેવા અમેયા દાબલીએ તેમનો ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “મને સંગીત પ્રત્યે વિશેષ ઝુકાવ છે, તેમાં પણ ખાસ કરીને ગુજરાતી સંગીત તરફ. ધ ગ્રેટ ઈન્ડિયન દાંડિયા ઉત્સવમાં, હું મારા પ્રેક્ષકો માટે શ્રેષ્ઠ ગુજરાતી સંગીત લાવવાની ઈચ્છા રાખું છું. ધ ગ્રેટ ઈન્ડિયન દાંડિયા ફેસ્ટિવલ માત્ર એક ઈવેન્ટ નથી, તે એક તરબોળ કરી દેનારો સાંસ્કૃતિક અનુભવ છે જે ભારતની અંતરઆત્મા સાથે વ્યક્ત થશે. હું મારા સાથી કલાકારો સાથે સ્ટેજ શેર કરવા અને અમારા પ્રેક્ષકો માટે જાદુઈ ક્ષણો બનાવવા માટે ખૂબ જ આતુર છું.”

સંગીતમય પરિવારની બહુમુખી પ્રતિભાશાળી બોલિવૂડ પ્લેબેક સિંગર દિવ્યા કુમારે જણાવ્યું હતું કે, “સંગીત એ માત્ર મારો વ્યવસાય જ નથી, પણ લોકોના આત્માઓ સાથે જોડાવાનો એક માર્ગ પણ છે. લોકોના જીવનની ક્ષણોને હૃદયસ્પર્શી સંગીતથી ભરી દેવાનો આ મારા માટે એક ઉત્તમ પ્રસંગ છે. હું માનું છું કે સંગીતમાં સીમાઓ ઓળંગવાની શક્તિ છે અને આ ઉત્સવમાં અમારો આ જ હેતુ છે. અમે એક અવિસ્મરણીય માહોલ બનાવવા માટે સંગીતના વિવિધ પ્રભાવોને સાથે લાવીશું.”

ફિલ્મફેર અને સ્ક્રીન એવોર્ડ્સ માટે નોમિનેટ થયેલી ડાયનેમિક અને ડાઈવર્સ બોલિવૂડ પ્લેબેક સિંગર શ્રુતિ પાઠકે ઉમેર્યું હતું કે “આ તહેવાર વિવિધતાને સ્વીકારીને આપણા સમૃદ્ધ વારસાની ઊજવણી કરવા વિશે છે. સંગીત અને નૃત્ય દ્વારા આપણા બધા માટે એક થવાની તક છે. બોલિવૂડનો ભાગ હોવાના નાતે અને રોમાંચક સંગીત સાથે મારા પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં સક્ષમ હોવાના લીધે હું આ કાર્યક્રમનો આનંદ માણવા અને તેમાં પોતાની ચમક લાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું મારી વર્સેટાઈલ સિંગિંગ માટે જાણીતી છું અને આ કાર્યક્રમમાં એ જ પ્રકારનું વર્સેટાઈલ મ્યુઝિક લાવવા ઈચ્છું છું.”

અસંખ્ય સફળ સમારંભો યોજવા માટે જાણીતા જિયો વર્લ્ડ ગાર્ડનમાં અજોડ ભવ્યતા દર્શાવતા બેકગ્રાઉન્ડ સાથે આ કાર્યક્રમ શરૂ થશે. કાર્યક્રમમાં ભાગ લેનારાઓ પંજાબી ઢોલ, પુણેરી ઢોલ જેવા મ્યુઝિકલ ફ્યુઝન સાથે અને વિવિધ એથનિક ગ્રૂપ દ્વારા મનમોહક પર્ફોર્મન્સ સાથે ગરબા અને દાંડિયા જેવા પરંપરાગત નૃત્યોના આનંદમાં ડૂબી જશે.

જોકે "ધ ગ્રેટ ઈન્ડિયન દાંડિયા ફેસ્ટિવલ" સંગીત અને નૃત્ય કરતાં કંઈક સવિશેષ છે. આ ઉત્સવમાં જનારાઓ “ફ્લેવરફુલ ફૂડ એન્ડ વાઇબ્રન્ટ ફ્લી” સેક્શનમાં સ્વાદિષ્ટ વ્યંજનો માણી શકે છે અને વાઇબ્રન્ટ ફ્લી માર્કેટ્સમાં ફરીને આનંદ માણી શકે છે એટલે કે અહીં દરેકના માટે કંઈકને કંઈક છે.

આ કાર્યક્રમ સીમાઓ વટાવીને આગળ વધે છે અને તમામ સમુદાયો અને વય જૂથોના લોકોનું સ્વાગત કરે છે તથા ઉપસ્થિત લોકોમાં એકતા અને સહાનુભૂતિની ભાવનાને પ્રોત્સાહન આપે છે. આ એક સમાવેશક ઊજવણી છે જે વિવિધ સંસ્કૃતિના લોકોને એકસાથે આવવા અને ઉત્સવોમાં આનંદ માણવા પ્રોત્સાહિત કરે છે. આ ફેસ્ટિવલ માટેની ટિકિટો પેટીએમ પ્લેટફોર્મ પર પેટીએમ ઈનસાઇડર દ્વારા એક્સક્લુઝિવલી બુક કરી શકાય છે.

About EVA LIVE

Eva Live promises to bring experiences to life. Drawing its strength from the most seasoned professionals in the Event IP Industry. Eva Live is creating the most enriching Event Intellectual Properties spanning festivals, concerts, and larger-than-life properties in diverse genres. Eva infuses vitality into every occasion and gathering. We are a dynamic hub of creativity, driving immersive Projects that spark passionate fan involvement and foster a strong sense of community across all endeavors.

https://www.evalive.in/

About Hungama Digital Media Entertainment

Hungama, a pioneer in the digital entertainment industry, has been at the forefront of delivering joy and entertainment to billions of consumers across South Asia. With 25 years of expertise, Hungama continues to innovate and evolve, offering users a wide array of entertainment options through mobile, internet, IPTV, events, and digital IPs. With a vast library of over 45 million assets and a strong presence across 75 countries and 150+ platforms, Hungama is the go-to destination for unparalleled entertainment experiences.

https://www.hungama.org/

About AD Ventures Production:

AD Ventures Production was founded in 2017 to produce world-class events with corporate values for seamless execution. AD Ventures curates best-in-class event experiences and creates unique concepts to connect various stakeholders for appropriate brand recall. It provides a platform for brand communication and positioning, taking brands to new heights in marketing and engagement. 

Their strong production infrastructure enables end-to-end services, making events memorable with maximum ROI for clients.

https://adventuresproduction.com/

For further information, please contact:

Sonia Kulkarni | Hunk Golden and Media

9820184099 | sonia.kulkarni@hunkgolden.in

 

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2023 04:26 PM IST | Mumbai | Partnered Content

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK