Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Jio Network Down: IDC ડેટા સેન્ટરમાં આગ લાગવાથી જિઓ નેટવર્કના ધાંધિયા, યુઝર્સ ચિડાયાં

Jio Network Down: IDC ડેટા સેન્ટરમાં આગ લાગવાથી જિઓ નેટવર્કના ધાંધિયા, યુઝર્સ ચિડાયાં

17 September, 2024 02:00 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Jio Network Down: સમગ્ર દેશમાં જિઓનું નેટવર્ક ડાઉન થયું હતું. કંપનીએ આઉટેજ અથવા આગની કોઈ ઘટના વિશે સત્તાવાર નિવેદન જારી કર્યું નથી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. એક્સ પ્લેટફોર્મ પર પણ આજે Jio ડાઉન ટ્રેન્ડ કરી રહ્યું છે
  2. ડાઉનડિટેક્ટર કે જે એક પ્લેટફોર્મ છે. જે આઉટેજને ટ્રેક કરે છે તેણે આ પુષ્ટિ કરી હતી
  3. દિલ્હી, લખનૌ, નાગપુર, હૈદરાબાદ, ચેન્નાઈ, પટના, અમદાવાદ સહિતના શહેરમાં આ મુશ્કેલી થઈ

જિઓ સર્વિસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે આજે રિલાયન્સ જિઓની સેવા ઠપ (Jio Network Down) થઈ ગઈ હતી. આજે યુઝર્સના મોબાઈલમાં સિગ્નલ ફેલ્યોર થયો હતો. પ્રાપ્ત અહેવાલો અનુસાર રિલાયન્સ જિયોની વેબસાઈટ પણ યોગ્ય રીતે કામ નહોતી કરી રહી, આ સાથે જ યુઝર્સ જિઓ એપને  એક્સેસ કરી શકતા નહોતા.


એકસાથે સમગ્ર ભરતભરમાં યુઝર્સ જિઓની સર્વિસ  ડાઉન હોવાની ફરિયાદ કરી રહ્યા હતા. એક્સ પ્લેટફોર્મ પર પણ આજે Jio ડાઉન ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો જિઓ માટે જુદાજુદા મીમ્સ પણ શેર કરી રહ્યા છે.



IDC ડેટા સેન્ટરમાં આગ લાગવાથી જિઓ નેટવર્કના ધાંધિયા


આ વિક્ષેપને કારણે જિઓ એરફાઈબર સેવાઓને પણ અસર (Jio Network Down) થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. ડાઉનડિટેક્ટર કે જે એક પ્લેટફોર્મ છે. જે આઉટેજને ટ્રેક કરે છે, તેણે આ વિક્ષેપની પુષ્ટિ કરી હતી. કેટલાક યુઝર્સ તો એવું પણ જણાવી રહ્યા છે કે IDC ડેટા સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગની ઘટનાના અહેવાલને કારણે સમગ્ર દેશમાં જિઓનું નેટવર્ક ડાઉન થયું છે. જો કે, કંપનીએ આઉટેજ અથવા આગની કોઈ ઘટના વિશે સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.

ક્યાંક જિઓ ફાયબર વાપરવામાં અડચણ તો ક્યાંક મોબાઈલમાં ‘નો નેટવર્ક’


ડાઉન ડિટેક્ટર એક વેબસાઇટ છે જે મોટેભાગે આ પ્રકારની બાબતો (Jio Network Down) પર નજર રાખે છે. અહેવાલ મળી રહ્યા છે કે આજે લગભગ 10,372 જેટલા જિઓના યુઝર્સને અસર થઈ છે. લગભગ 12.40 વાગ્યે નેટવર્ક ડાઉન થવા લાગ્યું હતું. એવો પણ ડેટા સામે આવી રહ્યો છે કે 68 ટકાથી વધારે જિઓના યુઝર્સને પોતાના મોબાઈલ સ્ક્રીન પર ‘નો સિગ્નલ` એવું જોવા મળ્યું હતું. વળી ૧૮ ટકા યુઝર્સ દ્વારા મોબાઇલ ઇન્ટરનેટ સમસ્યાઓની જાણ કરી હતી. તે ઉપરાંત ૧૪ ટકા લોકોએ જિઓ ફાયબરને લગતી સમસ્યાઓનો સામનો કર્યો હતો.

યુઝર્સ કાઢી રહ્યા છે બળાપો 

સોશિયલ મીડિયામાં કોઈ યુઝર દ્વારા લખવામાં આવ્યું હતું કે, “Jio નેટવર્ક સમગ્ર થાણે અને મુંબઈમાં ડાઉન છે. મેં શરૂઆતમાં વિચાર્યું કે તે iOS 18 ના અપડેટને કારણે છે” તો અન્ય એક યુઝર લખે છે કે “જિઓની સ્પીડ સમગ્ર ભારતમાં ભયંકર છે, મુંબઈમાં સંપૂર્ણ બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે” આ રીતે અનેક યુઝર્સે ફરિયાદ દાખલ કરી હતી. 

કયા કયા ઠેકાણે જિઓના નેટવર્કે કામમાં વિક્ષેપ પાડ્યો 

આઉટેજને ટ્રેક કરનાર ડાઉનડિટેક્ટરે આપેલ માહિતી અનુસાર આ આઉટેજ (Jio Network Down)ની સમસ્યા દિલ્હી, લખનૌ, નાગપુર, હૈદરાબાદ, ચેન્નાઈ, પટના, અમદાવાદ, કોલકાતા, ગુવાહાટી, મુંબઈ સહિતના અન્ય શહેરોમાં જોવા મળ્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2024 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK