શરદ પવારની પાર્ટીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે કહ્યું...
જયંત પાટિલ
તેમની BJPમાં જોડાવાની ચર્ચા છે ત્યારે આ નિવેદનથી અટકળોનું બજાર થયું ગરમ
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની મુલાકાત કરી હતી. આથી જયંત પાટીલ ગમે ત્યારે BJPમાં જોડાવાની ચર્ચા છે ત્યારે ગઈ કાલે તેમના એક નિવેદનથી અટકળ તેજ થઈ હતી. શક્તિપીઠ મહામાર્ગ વિરોધી કૃતિ સમિતિ દ્વારા સાંગલી અને કોલ્હાપુરના ખેડૂતોએ ગઈ કાલે મુંબઈના આઝાદ મેદાનમાં મોરચો કાઢ્યો હતો. આ સમયે આયોજિત સભામાં જયંત પાટીલે કહ્યું હતું કે ‘ચૂંટણીમાં આપણો કારમો પરાજય થયો છે એટલે અમારું બોલવાનું પણ ધીમે-ધીમે ઓછું થઈ ગયું છે અને બોલીએ છીએ એ કેટલાક લોકોને સમજાતું નથી. ગંભીર પ્રશ્નોને બદલે મીડિયા અને સોશ્યલ મીડિયામાં બીજી જ નકામી બાબતો લોકો પર થોપવામાં આવી રહી છે. મારા પર વિશ્વાસ ન કરો, મારું કંઈ નક્કી નહીં.’

