Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે બે પરદેશીઓને અટકાવ્યાં, જાણો શું કરવા જઈ રહ્યાં હતાં?

મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે બે પરદેશીઓને અટકાવ્યાં, જાણો શું કરવા જઈ રહ્યાં હતાં?

Published : 10 July, 2023 02:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શનિવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ (Chhatrapati Shivaji International Airport) પરથી કસ્ટમ વિભાગ દ્વારા થાઈલેન્ડમાં વિદેશી ચલણની દાણચોરી કરવાના પ્રયાસમાં બે વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


શનિવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ (Chhatrapati Shivaji International Airport) પરથી કસ્ટમ વિભાગ દ્વારા થાઈલેન્ડમાં વિદેશી ચલણની દાણચોરી કરવાના પ્રયાસમાં બે વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પકડાયેલા આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ તેમની પાસેથી કુલ 40 લાખ રૂપિયાના અમેરિકન ડોલર જપ્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત આ બંને વિરુદ્ધ કસ્ટમ એક્ટ હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે.


ધરપકડ કરાયેલા વિદેશીઓની ઓળખ મકોટો તાની (47) અને ગુન્યાપુનઈસા ફૂનાસેહ (41) તરીકે કરવામાં આવી છે. તેમાંથી તાની એ જાપાનના ઓસાકાના રહેવાસી છે. જ્યારે મહિલા ફૂનાસેહ થાઈલેન્ડના બેંગકોકની રહેવાસી હોવાની બાબત સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ બંને પાસેથી 1,415 USDની 100 નોટો જપ્ત કરવામાં આવી છે. તેની કિંમત 1 કરોડ 15 લાખ 39 હજાર રૂપિયા છે.



સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી રહી છે કે કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ને ગુરુવારે માહિતી મળી હતી કે બે વિદેશી નાગરિકો બેંગકોક જતી થાઈ એરવેઝની ફ્લાઈટમાં ગેરકાયદેસર રીતે વિદેશી ચલણ લઈ જઈ રહ્યા છે. તે માહિતીના આધારે અધિકારીઓએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર તપાસ શરૂ કરી હતી.


બંને વિદેશી નાગરિકોની હિલચાલ શંકાસ્પદ જણાતાં કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેમની તપાસ લીધી હતી. ઉલ્લેખનીય છે કે તેની બેગમાંથી 1,415 USD મળી આવ્યા હતા. જ્યારે આ અંગે પૂછપરછ કરવામાં આવી તો બંનેએ કસ્ટમ વિભાગમાં કોઈ દસ્તાવેજ જમા કરાવ્યા ન હતા. મળતી માહિતી મુજબ કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યું હતું. તેમજ આ બંને વિદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી.

પૂછપરછ દરમિયાન વિદેશી ચલણની દાણચોરી કર્યાનું કબૂલ્યા બાદ શનિવારે કસ્ટમ અધિકારીઓ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે કસ્ટમ્સ એક્ટની સાથે ફેમા એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ બંનેએ અગાઉ વિદેશી ચલણની દાણચોરી કરી હતી કે કેમ એ મામલે કસ્ટમ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.


આ ઉપરાંત મે મહિનામાં પણ બૌદ્ધ સાધુઓના વેશમાં થાઈલેન્ડ જઈ રહેલા બે બાંગ્લાદેશી નાગરિકોને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા હતા. ઇન્ડિયન ઇન્ટેલિજન્સ સર્વિસ (IB) ના ઇમિગ્રેશન કાઉન્ટર ઓફિસરે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ બંને વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

તેઓ બંને કોલકાતા અને પુણેની પાસપોર્ટ ઓફિસને ખોટી માહિતી આપીને ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ મેળવીને થાઈલેન્ડ ગયા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે તે બંને મૂળ બાંગ્લાદેશના હતા અને દમનને કારણે શરણાગતિ માટે થાઈલેન્ડ જઈ રહ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

10 July, 2023 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK