આજે જમશેદજી તાતાનો જન્મદિવસ છે. તેમણે તાતા ગ્રુપની શરૂઆત કરી હતી. કહેવામાં આવે છે કે આ દેશને મોટું બિઝનેસ કરતા તેમણે જ શીખવ્યું હતું. ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા. સ્કૂલ-કૉલેજમાં ટૉપ કરતા હતા.
તસવીર સૌજન્ય મિડ-ડે
જમશેદજી તાતાએ તાતા ગ્રુપની સ્થાપના કરી. 3 માર્ચ 1839ના ગુજરાતના નવસારીમાં જન્મેલા તાતાએ દેશમાં પહેલી કાર ખરીદી હતી. જમશેદજી જ તે શખ્સ હતા, જેમણે ભારતને બિઝનેસ કરતા શીખવ્યું. આમ તો જમશેદજી વિશે ઘણું બધું કહેવામાં આવે છે. અહીં જાણો, કેવી રીતે થઈ હતી તાતા ગ્રુપની શરૂઆત- અંગ્રેજ લેખક પીટર કૈસીનું પુસ્તર `સ્ટોરી ઑફ તાતા` પ્રમાણે, તાતા ફેમિલી શરૂઆતમાં અફીણનો વેપાર કરતી હતી. જો કે, તે સમયમાં ચીન સાથે કરવામાં આવતો અફીણનો વેપાર કાયદાકીય હતો. જમશેદજીએ આ ફેમિલીને અફીણના વેપારમાંથી નીકળીને એક મોટા બિઝનેસ એમ્પાયરમાં ફેરવ્યો. આગળ જતા તાતા ફેમિલી એટલું મોટું બન્યું કે તે સરકારને પણ લોન આપી શકે તેમ હતું.
તાતા પરિવાર ગુજરાત નવસારીથી આવે છે. 18મી શતાબ્દીના શરૂઆતના વર્ષોમાં જમશેદજીના પિતા નુસરવાનજી તાતા ત્યાં જ પોતાનો વેપાર કરતા હતા. જ્યારે અંગ્રેજોએ મુંબઈ શહેર વસાવવાનો શરૂ કર્યો તો નફો કમાવવાની લાલચે નુસરવાનજી નવસારીથી મુંબઈ આવી ગયા. અંગ્રેજોને વેપારીઓની જરૂર હતી અને નુસરવાનજીને વેપારની. આ કારણે નુસરવાનજીએ મુંબઈમાં રોકાવાનું મન બનાવી લીધું. ત્યાં જમશેદજી નવસારીમાં જ પોતાનું શરૂઆતી શિક્ષણ મેળવી રહ્યા હતા. કહેવામાં આવે છે કે તાતા પરિવાર મુખ્યત્વે પારસી પુજારીઓનો પરિવાર હતો, નુસરવાનજી આના પહેલા સભ્ય હતા, જેમણે વેપાર શરૂ કર્યો.
ADVERTISEMENT
જમશેદજી નવસારીમાં શરૂઆતનું શિક્ષણ મેળવ્યા બાદ 13 વર્ષની ઊંમરે મુંબઈ આવ્યા. 17 વર્ષની ઊંમરમાં તેમણે મુંબઈના `એલ્ફિન્સ્ટન કૉલેજ`માં એડમિશન લીધું. અહીં તેમણે ટૉપર તરીકે ડિગ્રી મેળવી. ત્યાર બાદ પિતાના વ્યવસાયમાં જોડાઈ ગયા.
જમશેદજી તાતાએ ત્યાર બાદ શરૂઆતમાં પિતાના વેપારમાં કામ કર્યું અને 29 વર્ષની વયે પોતાની નવી કંપની શરૂ કરી. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, જમશેદજીને શરૂઆતમાં વેપારમાં નિષ્ફળતા મળી. અહીં સુધી કે તે સમયમાં સૌથી લાભદાયક બિઝનેસ અફીણનું માનવામાં આવતું એમાં પણ તેઓ નિષ્ફળ ગયા. તેમણે આ દરમિયાન ઘણાં દેશોમાં પ્રવાસ કર્યો. બ્રિટેનમાં તેમને કૉટન મિલની ક્ષમતાનો અંદાજો થયો. ભારત પાછા આવ્યા બાદ જમશેદજીએ એક તેલ મિલ ખરીદી અને કૉટન મિલમાં ફેરવી. જ્યારે આ મિલ ચાલી તો જમશેદજીએ તેને નફામાં વેચી દીધી.
જમશેદજીએ કૉટનના વેપારના શક્યતાઓ પારખી લીધી. આથી મિલમાંથી મળેલા પૈસાથી તેમણે 1874માાં નાગપુરમાં એક કૉટન મિલ શરૂ કરી. આ બિઝનેસ પણ ચાલી પડ્યો. જેનું નામ પછીથી `ઇમ્પ્રેસ્સ મિલ` કરી દેવામાં આવ્યું.
આ પણ વાંચો : Maharashtra:ઘરમાં જ છાપી રહ્યો હતો ચલણી નોટો,પોલીસે પાડ્યો દરોડો,જાણો સમગ્ર ઘટના
ત્યાર બાદ જમશેદજીએ 4 મોટી પરિયોજનાઓ શરૂ કરી. આમાંથી એક સ્ટીલ કંપની, એક વર્લ્ડ ક્લાસ હોટલ, એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યૂટ અને એક જળવિદ્યુત પરિયોજના. આની પાછળ જમશેદજીની ભારતને એક આત્મનિર્ભર દેશ બનાવવાની વિચારધારા હતી. જો કે, તેમના જીવનમાં માત્ર એક જ પરિયોજના પૂરી થઈ શકી, હોટલ તાજ. જે એક વર્લ્ડ ક્લાસ હોટેલ હતી. પછીથી તેમના સપનાને તાતાની આગામી પેઢીઓએ પૂરા કર્યા. આ 4 પરિયોજનાઓ થતી તાતા ગ્રુપની ભારતની વેપારી ક્ષમતા વધી. તેમની સફળાતાઓએ પહેલીવાર ભારતને ઔદ્યોગિક ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનું સપનું આપ્યું.