મધ્ય રેલવેના એક સીનિયર અધિકારીએ મંગળવારે કહ્યું, "આજે સવારે લગભગ 11 વાગ્યે ટ્રેનની બ્રેક સિસ્ટમમાં ખામી સર્જાઈ. ટેક્નિકલ ખામી દૂર કર્યા બાદ આ ટ્રેન સવાર 11.25 વાગ્યે મુંબઈ માટે રવાના થઈ."
વંદે ભારત (ફાઈલ તસવીર)
મધ્ય રેલવેના એક સીનિયર અધિકારીએ મંગળવારે કહ્યું, "આજે સવારે લગભગ 11 વાગ્યે ટ્રેનની બ્રેક સિસ્ટમમાં ખામી સર્જાઈ. ટેક્નિકલ ખામી દૂર કર્યા બાદ આ ટ્રેન સવાર 11.25 વાગ્યે મુંબઈ માટે રવાના થઈ."
મહારાષ્ટ્રમાં જાલનાથી મુંબઈમાં જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના બ્રેક સિસ્ટમમાં મંગળવાર સવારે ખામી સર્જાઈ. આ કારણે ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને લગભગ 30 મિનિટનું મોડું થયું છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેન પાડોશી થાણે જિલ્લામાં આસનસોલ સ્ટેશન પર રોકાઈ જ્યાં ટેક્નિકલ ખામીને દૂર કરવામાં આવી. ત્યાર બાદ ટ્રેને આજે સવારે 11.25 મિનિટે આગળની પ્રવાસ યાત્રા શરૂ કરી. ટ્રેન સવારે લગભગ 5 વાગીને 5 મિનિટે જાલનાથી રવાના થઈ હતી અને 11.55 વાગ્યે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ પહોંચી. આ દાદર, થાણે, કલ્યાણ જંક્શન, નાસિક રોડા, મનમાન જંક્શન અને ઔરંગાબાદ સ્ટેશન પર થોભી.
ADVERTISEMENT
મધ્ય રેલવેના એક અધિકારીએ કહ્યું, "સવારે લગભગ 11 વાગ્યે ટ્રેનની બ્રેક સિસ્ટમમાં ખામી આવી. ટેક્નિકલ ખામી દૂર કર્યા બાદ આ સવારે લગભગ 11.25 વાગ્યે મુંબઈ માટે રવાના થઈ." કહેવામાં આવી રહ્યું છે કે વંદે ભારત ટ્રેનની બ્રેક સિસ્ટમમાં ખામી આવવા પર પ્રવાસીઓએ આશ્ચર્ય જગાડ્યો. સાથે જ તે પોતાની મુસાફરીને લઈને પરેશાન પણ જોવા મળ્યા પણ અડધા કલાકમાં જ આ ખામી દૂર કરવામાં આવી. આથી પ્રવાસીઓેએ રાહતના શ્વાસ લીધા અને પોતાની મુસાફરીમાં બહુ વધારે મોડું થયું હોય એવું ન થયું.
CSMT- જાલના વંદે ભારત ટ્રેનની અથડામણ થકી બળદનું મોત
આ પહેલા સીએસએમટી-જાલના વંદે ભારત ટ્રેને શનિવારે સાંજે મહારાષ્ટ્રના લાતૂર સ્ટેશનને પાર કર્યા બાદ બળદને ઠોકર મારી દીધી હતી. રેલવે અધિકારીએ જણાવવાનું કે દુર્ઘટનામાં બળદનું મૃત્યુ થઈ ગયું. તેમણે જણાવ્યું કે ટ્રેન અને એન્જિનને કોઈ ખાસ નુકસાન થ થયો અને કોઈપણ પ્રવાસીને કોઈપણ પ્રકારની ઈજા થઈ નહીં. અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટના લાતૂર અને પોટુલ સ્ટેશનો વચ્ચે સાંજે લગભગ 6 વાગીને 35 મિનિટે થઈ, જેના કારણે સેમી-હાઈ સ્પીડ ટ્રેન 35 મિનિટ સુધી થોભી રહી.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં દરરોજ લાખો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરતાં હોય છે. ટ્રેનોમાં યાત્રીઓને ઘણી સુવિધાઓ પણ આપવામાં આવતી હોય છે. પણ તેમાં ઘણીવાર ખામીઓ સમી આવે છે. તાજેતરમાં જ એક મુસાફરે ટ્રેનના ભોજનને લઈને ફરિયાદ કરી હતી.
વંદે ભારત ટ્રેન (Vande Bharat Train)માં મુસાફરી કરતી વખતે આકાશ કેશર નામના એક મુસાફરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું કે તેને વંદે ભારત ટ્રેન નંબર 22416માં વાસી ભોજન પીરસવામાં આવ્યું હતું. જોકે, માહિતી મળતા જ રેલવેએ ખેદ વ્યક્ત કર્યો હતો