CNG ટાંકીમાં ગૅસ ભરતી વખતે થયેલા બ્લાસ્ટ અને ત્યાર બાદ લાગેલી આગમાં ગૅસ ભરનારા પમ્પ પરના ૩ કર્મચારીઓ અને ગાડીનો માલિક ગંભીર રીતે ઘવાયા હતા
CNG ટાંકીમાં ગૅસ ભરતી વખતે બ્લાસ્ટ
જળગાવમાં કારમાં ગેરકાયદે બેસાડેલી CNG ટાંકીમાં ગૅસ ભરતી વખતે થયેલા બ્લાસ્ટ અને ત્યાર બાદ લાગેલી આગમાં ગૅસ ભરનારા પમ્પ પરના ૩ કર્મચારીઓ અને ગાડીનો માલિક ગંભીર રીતે ઘવાયા હતા. આ દુર્ઘટના વખતે થયેલો બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે બાજુમાં બુલેટ ટૂ-વ્હીલર હતું એ ફુટબૉલની જેમ ફંગોળાયું હતું. એક દુકાન અને એ બુલેટ બન્ને આગમાં બળીને ખાખ થઈ ગયાં હતાં. ઘવાયેલા ચાર જણને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમની હાલત ક્રિટિકલ હોવાનું પોલીસે જણાવ્યું હતું.