મુનિરાજ શ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ સાહેબે ૧૬ વર્ષની નાની ઉંમરમાં સંયમ અંગીકાર કર્યો હતો
મુનિરાજ શ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ સાહેબ
ગુરુદેવ યુગદિવાકર શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના પરમ પૂજ્ય આચાર્યશ્રી જયાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન તથા પરમપૂજ્ય આચાર્યશ્રી જયશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબના ગુરુભાઈ ૭૧ વર્ષના પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ સાહેબ ગઈ કાલે બપોરે પોણાત્રણ વાગ્યે ઘાટકોપર (વેસ્ટ)ના સંઘાણી એસ્ટેટમાં આવેલા શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ઉપાશ્રયમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા.
મુનિરાજ શ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ સાહેબે ૧૬ વર્ષની નાની ઉંમરમાં સંયમ અંગીકાર કર્યો હતો. ગઈ કાલે સવારે અચાનક તેમને હાર્ટની તકલીફ થતાં નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા, જ્યાં તેઓ સારવાર દરમ્યાન કાળધર્મ પામ્યા હતા.
ADVERTISEMENT
આ બાબતની માહિતી આપતાં સંઘાણી એસ્ટેટ જૈન સંઘના અગ્રણી શૈલેષ શાહે (નાગેશ્વર) ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાજ સાહેબની પાલખીના ચડાવા સંઘના ઉપાશ્રયમાં સવારે આઠ વાગ્યે બોલવામાં આવશે. ત્યાર બાદ તેમની પાલખી સંઘાણી એસ્ટેટ જૈન સંઘમાંથી કોવિડના નિયમોના પાલન સાથે નીકળશે. તેમના અંતિમ સંસ્કાર ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિમાં થશે.’