શ્રીમદ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા કાળધર્મ પામ્યા
શ્રી વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા કાળધર્મ પામ્યા
તપાગચ્છાધિરાજ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા ગઈ કાલે સાંજે મુલુંડ-વેસ્ટના શ્રી વીણાનગર સંઘના ઉપાશ્રયમાં આચાર્ય ભગવંતો અને ચતુર્વિધ શ્રીસંઘના મુખે નવકાર મહામંત્રનું શ્રવણ કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા.
૧૪ વર્ષ ગચ્છાધિપતિપદે બિરાજેલા પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજા ૮ વર્ષની નાની વયે વણી મુકામે દીક્ષિત બન્યા હતા. ૭૦ વર્ષનો સંયમ-પર્યાય ધરાવતા ગચ્છાધિપતિ ૭૯ વર્ષની ઉંમરે એક અણનમ યોદ્ધાની જેમ અસત્યો અને ઉન્માર્ગ સામે લડતા રહીને ૨૦૦૦ની આસપાસ સાધુ-સાધ્વીના અનુપાલક હતા. તેમની પાલખીયાત્રા સંબંધિત ચડાવા આજે મુલુંડ-વેસ્ટના ઑબેરૉય એનિગ્મા ટાવરમાં સવારે ૯.૩૦ વાગ્યે બોલાવાના છે.