આચાર્ય શ્રી સંયમબોધિસૂરીશ્વરજી મહારાજસાહેબ ૧૨ વર્ષ પછી ગઈ કાલે મુંબઈમાં પધાર્યા હતા. ગઈ કાલે તેમના નગરપ્રવેશ વખતે મોટી સંખ્યામાં શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદથી ૨૧ જાન્યુઆરીએ વિહારની શરૂઆત કરીને મહારાજસાહેબે અન્ય ૯ મહાત્માઓ સાથે ગઈ કાલે સવારે દહિસરથી મુંબઈમાં નગરપ્રવેશ કર્યો હતો.
આચાર્ય શ્રી સંયમબોધિસૂરીશ્વરજી મહારાજસાહેબ ૧૨ વર્ષ પછી ગઈ કાલે મુંબઈમાં પધાર્યા હતા. ગઈ કાલે તેમના નગરપ્રવેશ વખતે મોટી સંખ્યામાં શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે તેઓ ચાતુર્માસ કાંદિવલી-વેસ્ટના શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસરમાં કરવાના છે. પહેલાં ઉપધાન તપ ઉનાળામાં નહોતાં થતાં, પણ ગુરુદેવે ૨૦૧૧માં ઉનાળાના વેકેશનમાં ખાસ યુવાનો માટે ઉપધાન તપ શરૂ કરાવ્યાં હતાં. ત્યારથી ગુરુદેવ સંયમબોધિસૂરીશ્વરજી મહારાજસાહેબ ગ્રીષ્મકાલીન યુવા ઉપધાન તપ પ્રેરક તરીકે ઓળખાય છે. ૪૨ વર્ષની દીક્ષામાં તેમની છેલ્લાં ૧૬ વર્ષથી પ્રાય: એકાંતર ઉપવાસની આરાધના ચાલી રહી છે. અત્યાર સુધીમાં તેમણે ૩૫૦૦ ઉપવાસ કર્યા છે. મહાવીર ભગવાને ૪૧૬૬ જેટલા ઉપવાસ કર્યા હતા. એટલા જ ઉપવાસનું તપ સાહેબજી કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં તેમણે ૧૪૦૦ ઉપવાસ પૂરા કર્યા છે. ૮ વર્ષ પહેલાં તેમને આચાર્યની પદવી મળી હતી. બૉડીને ફિટ રાખવા જે રીતે યુવાનો જિમમાં જાય છે એ રીતે મનને ફિટ રાખવા તેમણે ગ્રોઇંગ યુથ મિશનની શરૂઆત કરીને અનેક યુવાનોને સારા માર્ગે વાળ્યા છે.

