Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં `ઓક્સિજન કૌભાંડ`ની તપાસ શરૂ, કોરોના સમયમાં થઈ હતી કરોડોની ડીલ

મુંબઈમાં `ઓક્સિજન કૌભાંડ`ની તપાસ શરૂ, કોરોના સમયમાં થઈ હતી કરોડોની ડીલ

23 November, 2023 09:18 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ પોલીસે બુધવારે કોવિડ -19 રોગચાળા દરમિયાન શહેરની સિવિલ હોસ્પિટલોમાં ઓક્સિજનના સપ્લાયમાં કથિત કૌભાંડના સંદર્ભમાં પ્રથમ એફઆઈઆર નોંધી.

ઓક્સિજનનો ફાઈલ ફોટો

ઓક્સિજનનો ફાઈલ ફોટો


મુંબઈ પોલીસે બુધવારે કોવિડ -19 રોગચાળા દરમિયાન શહેરની સિવિલ હોસ્પિટલોમાં ઓક્સિજનના સપ્લાયમાં કથિત કૌભાંડના સંદર્ભમાં પ્રથમ એફઆઈઆર નોંધી. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી, જોકે તેણે આ વિશે વધુ વિગતો આપી ન હતી.એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ રોગચાળા દરમિયાન ઓક્સિજનની ખરીદી અને સપ્લાય માટે કોન્ટ્રાક્ટરને 140 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ વાસ્તવિક પુરવઠા માટે અડધા કરતાં પણ ઓછા પૈસા વપરાયા હતા.


કથિત કૌભાંડના સંદર્ભમાં આવકવેરા વિભાગે ગયા મહિને અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. BMCના `જમ્બો` કોવિડ-19 કેન્દ્રો અથવા ફિલ્ડ હોસ્પિટલોની સ્થાપના અને કામગીરીમાં કથિત અનિયમિતતા અંગે તપાસ પહેલેથી જ ચાલી રહી છે.શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતના મિત્ર ઉદ્યોગપતિ સુજીત પાટકરની આ વર્ષની શરૂઆતમાં આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.આ વર્ષે ઑક્ટોબરમાં, આવકવેરા વિભાગે મુંબઈ અને અન્ય સ્થળોએ મુખ્યત્વે વધેલા દરે ઑક્સિજનના સપ્લાયના સંબંધમાં કેટલાક કોન્ટ્રાક્ટરોના પરિસરમાં સર્ચ કર્યું હતું. 



અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ BMC કોવિડ કૌભાંડના સંબંધમાં મની લોન્ડરિંગ માટે હાઇવે કન્સ્ટ્રક્શન કંપનીના ઓક્સિજન સપ્લાય કોન્ટ્રાક્ટર રોમિન છેડાની તપાસ કરી હતી. છેડા રાજકીય રીતે પ્રભાવશાળી કોન્ટ્રાક્ટરોમાંના એક હતા, જેઓ તેમની કંપની દ્વારા લાંબા સમયથી BMCમાં કામ કરતા હતા.તેમની કંપની ભાયખામાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાણી સંગ્રહાલયના નવીનીકરણના કામમાં સામેલ હતી.રોગચાળા દરમિયાન, BMCએ રોમિન છેડાને ઓક્સિજન પ્રાપ્તિ અને સપ્લાયનું કામ સોંપ્યું હતું.આ સમયગાળા દરમિયાન, તેમને હોસ્પિટલ અને ફિલ્ડ કોવિડ કેન્દ્રોમાં ઓક્સિજન સપ્લાય કરવા માટે કહેવામાં આવ્યું હતું.


એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રોમિન છેડાએ તેની અન્ય કંપનીને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જે પેપર કંપની હતી,જેણે આખરે દિલ્હી સ્થિત સપ્લાયર પાસેથી ઓક્સિજન અને જરૂરી સાધનો ખરીદ્યા હતા.દિલ્હી સ્થિત સપ્લાયર રોમિન છેડાની પેપર કંપનીના નામે બિલ ઇશ્યુ કરતું હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારબાદ આ પેપર કંપનીએ હાઈવે કન્સ્ટ્રકશન કંપનીના નામે વધેલા દર સાથે બીલ ઈશ્યુ કર્યા હતા.તમને જણાવી દઈએ કે રોમન છેડાને BMC તરફથી હાઈવે કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ઓક્સિજન સપ્લાયનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2023 09:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK