આ અવસરે હેમા માલિનીએ પણ પર્ફોર્મ કર્યું હતું
તસવીર : શાદાબ ખાન
ગઈ કાલે ષણ્મુખાનંદ હૉલમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)ની ૮ મહિલા સાયન્ટિસ્ટોનું સન્માન કરવામાં આવ્યું હતું. ૮ માર્ચે ગયેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શ્રી ષણ્મુખાનંદ ફાઇન આર્ટ્સ ઍન્ડ સંગીત સભા અને એની વિમેન્સ વિન્ગ તથા સાઉથ ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટીએ આ સન્માન કર્યું હતું. આ મહિલા વૈજ્ઞાનિકો ચંદ્રયાન-૩ પ્રોજેક્ટનો હિસ્સો હતી. આ પ્રસંગે ઇસરોના ચૅરમૅન અને લુનાર મિશનના લીડર ડૉક્ટર એસ. સોમનાથ તથા ચંદ્રયાન-૩ના પ્રોજેક્ટ ડિરેક્ટર સોમનાથ અને ડૉ. પી. વીરામુથુવેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે હેમા માલિનીએ પણ પર્ફોર્મ કર્યું હતું.

