સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નાગપુરમાં આરએસએસના હેડક્વૉર્ટર ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા બાદ સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું
આરએસએસના વડા મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે ગઈ કાલે જણાવ્યું હતું કે ભારતે ઘણો સંઘર્ષ વેઠ્યા પછી આઝાદી મેળવી હતી અને રાષ્ટ્રએ હવે આત્મનિર્ભર થવાની જરૂર છે. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નાગપુરમાં આરએસએસના હેડક્વૉર્ટર ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા બાદ સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ભારત વિશ્વને શાંતિનો સંદેશો પાઠવશે.
સાથે જ તેમણે કહ્યું હતું કે લોકોએ સમાજ કે દેશ તેમને શું આપી રહ્યો છે એવો સવાલ કરવાને બદલે તેઓ દેશને શું આપી શકે છે એ વિશે વિચારવું જોઈએ.
ADVERTISEMENT
વધુમાં તેમણે કહ્યું હતું કે ‘આ ગર્વ અને સંકલ્પનો દિવસ છે. દેશે ઘણો સંઘર્ષ વેઠ્યા પછી આઝાદી મેળવી હતી, રાષ્ટ્રએ સ્વનિર્ભર થવાની જરૂર છે. જેઓ સ્વતંત્ર થવા ઇચ્છે છે, તેમણે દરેક બાબતમાં આત્મનિર્ભર બનવું જરૂરી છે. તમારે વિશ્વ સાથે સંબંધ જાળવવો જોઈએ, પણ તમારી પોતાની શરતો પર અને એ માટે તમારે એટલું સક્ષમ બનવું જરૂરી છે. જેઓ સ્વતંત્ર થવા ઇચ્છે છે, તેમણે તેમની સુરક્ષા મામલે સક્ષમ પણ બનવું જોઈએ.’