ગોલ્ડ મૉનેટાઇઝેશન સ્કીમ (GMS)ના પર્ફોર્મન્સ અને બદલાતી જતી બજારની પરિસ્થિતિની તપાસના આધારે સરકારે ૨૦૨૫ની ૨૬ માર્ચથી પાંચથી ૭ વર્ષ અને બારથી ૧૫ વર્ષની ગોલ્ડ ડિપોઝિટ્સ બંધ કરી દીધી છે.
પ્રતીકાત્મક તસવીર
ગોલ્ડ મૉનેટાઇઝેશન સ્કીમ (GMS)ના પર્ફોર્મન્સ અને બદલાતી જતી બજારની પરિસ્થિતિની તપાસના આધારે સરકારે ૨૦૨૫ની ૨૬ માર્ચથી પાંચથી ૭ વર્ષ અને બારથી ૧૫ વર્ષની ગોલ્ડ ડિપોઝિટ્સ બંધ કરી દીધી છે. નાણામંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે હાલની ગોલ્ડ ડિપોઝિટ્સ એમની મૅચ્યોરિટી સુધી ચાલુ રહેશે. ૨૦૧૫માં રજૂ કરાયેલી આ સ્કીમમાં ઘરો અને સંસ્થાઓને નિષ્ક્રિય સોનું જમા કરાવવાના બદલામાં વ્યાજ ચૂકવવામાં આવતું હતું. આ સ્કીમમાં એકથી ૩ વર્ષ, પાંચથી ૭ વર્ષ અને બારથી ૧૫ વર્ષ એવી ડિપોઝિટ્સનો સમાવેશ હતો. એમાંથી મધ્યમ અને લાંબા ગાળાની બે સ્કીમોને ગઈ કાલથી લાગુ થાય એમ બંધ કરી દેવામાં આવી છે. નાણામંત્રાલયે જણાવ્યું હતું કે બૅન્કો વ્યાપારી સધ્ધરતાના આધારે ટૂંકા ગાળાની (એકથી ૩ વર્ષ) ગોલ્ડ ડિપોઝિટ્સ સ્કીમ ઑફર કરવાનું ચાલુ રાખી શકે છે. આ પગલાથી સરકારની ભાવિ જવાબદારીઓ ઘટવાની અને સોનાના ભાવ સંબંધિત જોખમો ઘટવાની શક્યતા છે.

