છેલ્લી કેટલીક ચૂંટણીમાં લોકોમાં જાગૃતિ આવી રહી છે એટલે કુલ મતદાનના એકથી દોઢ ટકા લોકો નોટાનું બટન દબાવી રહ્યા હોવાનું જણાયું છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ચૂંટણી વખતે મતદાન કરવા જઈએ ત્યારે કોઈ પણ ઉમેદવાર યોગ્ય ન લાગે તો મતદાર ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)માં સૌથી છેલ્લે રાખવામાં આવેલું નોટા (NOTA-નન ઑફ ધ અબોવ)નું બટન દબાવીને મત આપી શકે છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં થયેલા કુલ મતદાનમાંથી પાંચ લાખ મતદારોએ નોટાનું બટન દબાવીને નારાજગી વ્યક્ત કરી હતી. આ આંકડો ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી કરતાં ૧૩ ટકા વધુ હતો. કેન્દ્ર સરકાર દ્વારા કેટલાંક મહત્ત્વનાં કામ ન થવાની સાથે પોતાના ક્ષેત્રની કોઈ પણ રાજકીય પાર્ટીએ અપેક્ષા મુજબનું કામ ન કર્યું હોવાનું લાગતાં મતદાર કોઈને પણ મત ન આપવાના અધિકારનો ઉપયોગ ચૂંટણીમાં કરે છે. છેલ્લી કેટલીક ચૂંટણીમાં લોકોમાં જાગૃતિ આવી રહી છે એટલે કુલ મતદાનના એકથી દોઢ ટકા લોકો નોટાનું બટન દબાવી રહ્યા હોવાનું જણાયું છે.
૨૦૧૯માં ક્યાં કેટલા લોકોએ નોટાનું બટન દબાવ્યું હતું
મતદારસંઘ કુલ મતદાર (લાખમાં) મતદાન (લાખમાં) નોટા ટકા
વિદર્ભ ૧૮૭.૨ ૧૧૬ ૯૫,૩૦૩ ૦.૮
કોંકણ ૧૭૯.૨ ૧૪૨ ૨,૦૨,૬૧૭ ૧.૪
પશ્ચિમ મહારાષ્ટ્ર ૧૫૩.૧ ૧૦૮.૨ ૬૬,૩૮૮ ૦.૬
મરાઠવાડા ૧૩૯.૩ ૯૬.૮ ૫૪,૫૬૦ ૦.૬
ઉત્તર મહારાષ્ટ્ર ૧૩૮.૭ ૯૦.૪ ૬૯,૮૪૦ ૦.૮

