પતિએ પત્નીને ચાલુ રિક્ષામાંથી ફગાવી દેતાં ઘાયલ થયેલી પત્નીને હાલ કોપરીની આરોગ્ય મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
Thane
થાણેમાં પતિએ ચાલુ રિક્ષામાંથી પત્નીને ફગાવી
મુંબઈ : થાણેમાં સોમવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. પતિએ પત્નીને ચાલુ રિક્ષામાંથી ફગાવી દેતાં ઘાયલ થયેલી પત્નીને હાલ કોપરીની આરોગ્ય મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ કોપરી પોલીસે પતિને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.
આ ઘટના વિશે માહિતી આપતાં કોપરી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર અર્જુન કાટેલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના સોમવારે રાતે બની હતી. આ ઘટનાની મહિલા પૂજા સિંહ પાર્લરમાં કામ કરે છે અને તેના પતિ સાથે વાગળે એસ્ટટેની આંબેવાડીમાં રહે છે. સોમવારે રાતે તેઓ રિક્ષામાં ઘાટકોપરથી ઘરે આવી રહ્યાં હતાં ત્યારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને પતિએ તેને ચાલુ રિક્ષામાંથી ફગાવી દીધી હતી. ઘાયલ પૂજાને કોપરીની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ત્યાંથી અમને આ વિશે જાણ કરવામાં આવતાં અમારા અધિકારીઓએ તપાસ ચાલુ કરી છે. ઘાયલ પૂજાને એ ખ્યાલ નથી કે તેને એક્ઝૅક્ટ્લી કઈ જગ્યાએ ફગાવી દેવાઈ હતી. અમે એ બાબતે વધુ તપાસ કરી રહ્યા છીએ.’
આ પણ વાંચો:થાણેની ક્રિશા શાહ ઇજિપ્તની જિમ્નૅસ્ટિક્સમાં ગોલ્ડ જીતી