રિયા ચક્રવર્તિના ભાઈએ ફરી જામિન માટે અરજી કરી
ફાઈલ ફોટો
છેલ્લા બે મહિનાથી જેલમાં રહેનારા રિયા ચક્રવર્તિના ભાઈ શોવિક ચક્રવર્તીએ એનડીપીએસ કેસમાં સ્પેશ્યિલ કોર્ટમાં ફરજી જામિન માટે ફરી અરજી કરી છે, એમ તેના વકીલે આજે જણાવ્યું હતું.
સ્પેશ્યિલ એનડીપીએસ કોર્ટ આ અરજીની સુનાવણી આવતા અઠવાડિયે કરી શકે છે. અગાઉ આ કોર્ટ ઉપરાંત મેટ્રોપોલિટન કોર્ટ અને બોમ્બે હાઈ કોર્ટે પણ જામિનની અરજી નકારી હોવાનું વકીલ સતિષ માનશિંદેએ કહ્યું હતું.
ADVERTISEMENT
રિયાના ભાઈ શોવિકની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ ચાર સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી હતી. બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસના નિધનના કેસમાં ડ્રગના એંગ્લની તપાસ કરતા શોવિક ઉપરાંત રિયાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે રિયાને બોમ્બે હાઈ કોર્ટે 7 ઑક્ટોબરે જામિન આપી હતી.
રાયગઢની તલોજા સેન્ટ્રલ જેલમાં બંધ શોવિકનું કહેવુ છે કે તેના ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે અને તપાસમાં તેની પાસેથી કોઈ ડ્રગ્સ જપ્ત કર્યા જ નથી. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ડ્રગ્સની કમર્શિયલ ક્વોન્ટીટી મળી આવી નથી તેમ છતાં કેસ લાદવામાં આવ્યો છે.

