સંદર્ભે ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે કહ્યું હતું કે આ દારૂનો જથ્થો ગોવામાં સપ્લાય કરવાનો હતો.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ગઈ કાલે થાણેના ટેમઘર વિસ્તારમાં એક ટેમ્પોમાંથી ૨૯ લાખ રૂપિયાની કિંમતનો ઇન્ડિયન મેડ ફૉરેન લિકર પકડી પાડ્યો હતો.
આ બાબતે માહિતી આપતાં સ્ટેટ એક્સાઇઝ ઇન્સ્પેક્ટર પ્રવીણ તાંબેએ કહ્યું હતું કે ગેરકાયદે દારૂની સપ્લાય થવાની માહિતી મળી હોવાથી કલ્યાણ-ભિવંડી રોડ પર ટેમઘર પાસે અમે વૉચ રાખી હતી. શુક્રવારે સવારે ૫.૩૦ વાગ્યે ટેમ્પો આવ્યો હતો જેને આંતરીને તપાસ કરતાં એમાંથી ૨૯.૪૫ લાખ રૂપિયાનો ઇન્ડિયન મેડ ફૉરેન લિકર મળી આવ્યો હતો. આ સંદર્ભે ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે કહ્યું હતું કે આ દારૂનો જથ્થો ગોવામાં સપ્લાય કરવાનો હતો.

