ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કેટલાક દિવસો પહેલાં મધરાત બાદ ત્રણ વાગ્યે ઘાટકોપરથી વિક્રોલી સુધી ઘોડાગાડીની રેસનું ગેરકાયદે આયોજન થયું હતું.
ઘોડાગાડીની રેસનું ગેરકાયદે આયોજન થયું
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કેટલાક દિવસો પહેલાં મધરાત બાદ ત્રણ વાગ્યે ઘાટકોપરથી વિક્રોલી સુધી ઘોડાગાડીની રેસનું ગેરકાયદે આયોજન થયું હતું. એ સંદર્ભે તપાસ ચલાવી પોલીસે ૧૨ ઘોડાને છોડાવ્યા છે.
ADVERTISEMENT
પોલીસને આ સદંર્ભે પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA) દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન પોલીસે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર લગાડવામાં આવેલા ક્લૉઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં, જેમાં ૬-૮ ઘોડાગાડીઓ અને એની સાથે ઘણા બધા યુવાનો મોટરસાઇકલ પર રેસ કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
પંતનગર પોલીસે આ ઘોડાગાડીના ચાલકો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ દાખલ કર્યો હતો. ત્યાર બાદ તપાસ કરી PETAની મદદથી ૧૨ ઘોડાને છોડાવવામાં આવ્યા હતા અને એ ઘોડાઓને હવે મહારાષ્ટ્રના એક અભયારણ્યમાં મોકલી અપાયા છે.