Illegal Bangladeshis arrested in Mumbai: મુંબઈ શહેરમાં ટ્રાન્સજેન્ડર તરીકે રહેલા 17 બંગ્લાદેશી નાગરિકોની પોલીસે ધરપકડ કરી છે. મુંબઈના શિવાજી નગર પોલીસ સ્ટેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પોતાની ઓળખ છુપાવવા માટે લિંગ પણ બદલાવ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મુંબઈ શહેરમાં ટ્રાન્સજેન્ડર બનીને રહેલા 8 બંગ્લાદેશી નાગરિકોની પોલીસે ધરપકડ કરી છે. મુંબઈના શિવાજી નગર પોલીસ સ્ટેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ તમામ બંગ્લાદેશી નાગરિકોએ પોતાની ઓળખ છુપાવવા માટે લિંગ પણ બદલાવ્યો હતો અને છેલ્લા પાંચ વર્ષથી મુંબઈમાં રહેતા હતા.
ટ્રાન્સજેન્ડર બનીને છુપાવતાં હતા ઓળખ
શિવાજી નગર પોલીસે જણાવ્યુ હતું કે, આ તમામ વ્યક્તિઓ ટ્રાન્સજેન્ડર તરીકે રહેતા હતાં જેથી કરીને તે ભારતીય નાગરિકોથી જુદા લાગી શકે અને તેમનો શંકાસ્પદ દેખાવ પોલીસની નજરમાંથી બચી જાય. આ તમામ આરોપીઓ ટ્રાન્સજેન્ડર સમુદાયમાં નૃત્યકલાકાર તરીકે કાર્ય કરતા હતા અને પોતાની ઓળખ છુપાવીને દસ્તાવેજો વગર ભારતમાં રહેતા હતા. પોલીસે ગુપ્ત માહિતીના આધારે રફીક નગર વિસ્તારમાં દરોડા પાડીને આ તમામ બંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે તેઓએ બાંગ્લાદેશની સરહદથી ગુપ્ત રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો.
ADVERTISEMENT
ભારતમાં ઘૂસ્યા હતા વિના દસ્તાવેજ
આ આરોપીઓ પાસે કોઈ પણ પ્રકારના અધિકૃત દસ્તાવેજો નહોતા. કેટલાક બાંગ્લાદેશીઓએ માત્ર પોતાની ઓળખ અને નામ જ નહીં, પરંતુ લિંગ પણ બદલી નાખ્યું હતું જેથી પોલીસ અને સ્થાનિક લોકો તેમને ઓળખી ન શકે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, વેશ્યાવૃત્તિ, ઠગ, ગ્રાહકો સાથે છેતરપિંડી અને લૂંટ જેવા ગુનાઓમાં પણ તેઓ સંડોવાયેલા હતા.
મુંબઈમાં પહેલીવાર ટ્રાન્સજેન્ડર બંગ્લાદેશી ઝડપાયા
પોલીસે જણાવ્યું હતું કે, આ પહેલી ઘટના છે જ્યારે તૃતીય પંથી તરીકે રહેતા વિદેશી નાગરિકોને પકડવામાં આવ્યા છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, આ બધા મૂળથી પુરુષ હતા અને પોતાની ઓળખ છુપાવવા માટે ટ્રાન્સજેન્ડર બનીને અહીં રહેતા હતાં. રિપોર્ટ મુજબ તપાસ અધિકારીઓને એ પણ સુચના આપવામાં આવી છે કે એવા લોકોની પણ ઓળખ કરવામાં આવે જે ગેરકાયદેસર બંગ્લાદેશી નાગરિકોને દસ્તાવેજો બનાવવામાં મદદ કરી હતી. આવા લોકોને પણ આરોપી તરીકે કેસમાં સામેલ કરવામાં આવશે. કેવી ખામીઓના કારણે આવા દસ્તાવેજો સરળતાથી તૈયાર થઈ શકે છે તેની પણ તપાસ કરવામાં આવશે.
આધાર કાર્ડ સંબંધિત તમામ શંકાસ્પદ દસ્તાવેજોને ફરીથી ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે, જેમાં આધાર કાર્ડ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા દસ્તાવેજોની વિગતવાર તપાસ કરવામાં આવશે. આધાર અધિકારીઓ સાથેની બેઠકમાં તમામ આધાર કેન્દ્રોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ દસ્તાવેજો પર આધાર બનાવવાનો કે સુધારવાનો પ્રયાસ કરે, તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. જો વ્યક્તિ ગેરકાયદેસર બંગ્લાદેશી નાગરિક હોવાની પુષ્ટિ થાય, તો તેને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે અને પ્રોટોકોલ અનુસાર તેની સલામત વતન વાપસી માટે FRO (વિદેશી નોંધણી ઓફિસ)ને જાણ કરવામાં આવશે.
બંગ્લાદેશી ઘુસણખોરોની શોધ માટે ખાસ ટીમ બની
મુંબઈ પોલીસ સતત બંગ્લાદેશી ઘુસણખોરોને શોધી રહી છે. 26 માર્ચના રોજ શિવાજી નગર અને આર.સી.એફ. પોલીસ સ્ટેશનોની સંયુક્ત ટીમે ચેમ્બુર અને ગોવંડી વિસ્તારમાં કાર્યવાહી કરી હતી, જેમાં 17 બંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવ્યા હતા, જેમાંથી પાંચ મહિલાઓ પણ હતી. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને દરેક વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે. દરેક ટીમે પોતાની વિસ્તારમાં કડક તપાસ કરી અને આ વિદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે.

