અજિત પવારની પાર્ટીની જાહેરાતના આ શબ્દો સામે ચૂંટણીપંચે વાંધો લીધો
અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ને મત આપવા માટેની જાહેરાત
વિધાનસભાની ચૂંટણીમાં લોકોને પોતાના તરફ આકર્ષિત કરવા માટે રાજકીય પક્ષો જાત-જાતના નુસખા અજમાવે છે. જોકે ક્યારેક આમ કરવું મુશ્કેલી પણ નોતરે છે. અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ને મત આપવા માટેની જાહેરાત તૈયાર કરવામાં આવી છે, જેમાં એક મહિલા તેના પતિને કહે છે કે NCPને મત નહીં આપો તો રાતનું ભોજન નહીં મળે. ચૂંટણીપંચે આ શબ્દો સામે વાંધો લીધો છે અને જાહેરાતમાંથી રાતે ભોજન નહીં મળે શબ્દ કાઢવાનો નિર્દેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ચૂંટણીપંચે કહ્યું છે કે કોઈ પક્ષને મતદાન નહીં કરો તો કોઈ પણ કોઈને અનાજ ન આપવાનું કહી ન શકે. જાહેરાતમાં પત્ની તેના પતિને જે કહે છે એ પતિને ધમકી આપી છે એવું ગણી શકાય.