ખંડપીઠે ગયા મહિને ગણેશોત્સવ પહેલાં વધુ પડતો અવાજ કરતી સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવા બાબતે આદેશ આપ્યો હતો એનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે...
પ્રતીકાત્મક તસવીર
ગણેશોત્સવમાં લાઉડસ્પીકરનો ઉપયોગ હાનિકારક હોય તો ઈદ-એ-મિલાદના સરઘસમાં મર્યાદા કરતાં વધુ અવાજ સાથે લાઉડસ્પીકર વગાડવામાં આવે એ પણ એટલું જ હાનિકારક હોય છે એમ ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું હતું. બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ખંડપીઠે ઈદ-એ-મિલાદના સરઘસમાં ડીજે, ડાન્સ અને લેસર લાઇટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી જનહિતની અરજીની સુનાવણી દરમ્યાન આ કહ્યું હતું. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કુરાન કે બીજા કોઈ ઇસ્લામના પુસ્તકમાં ઉજવણીમાં ડીજે સિસ્ટમ અને લેસર લાઇટનો ઉપયોગ કરવા વિશે નથી લખવામાં આવ્યું એટલે કોર્ટે સ્થાનિક પ્રશાસનની સાથે પોલીસને ખૂબ જ વધુ પ્રમાણમાં અવાજ કરતા લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી ન આપવાનો નિર્દેશ આપવો જોઈએ. ખંડપીઠે ગયા મહિને ગણેશોત્સવ પહેલાં વધુ પડતો અવાજ કરતી સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવા બાબતે આદેશ આપ્યો હતો એનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ગણેશ ચર્તુથીમાં લાઉડસ્પીકર હાનિકારક હોય તો એ ઈદમાં પણ હોય જ.