ફાયર બ્રિગેડની ટીમ આવી બિલ્ડીંગોની ઓચિંતી મુલાકાત લેશે અને જો ફાયર ઓડિટ હાથ ધરવામાં નહીં આવે તો 10 દિવસમાં પાણી અને વીજળીના જોડાણો કાપી નાખશે. ગયા વર્ષે, ફાયર બ્રિગેડને મુંબઈમાં 15,000 કૉલ આવ્યા હતા, જેમાંથી 5074 કૉલ આગને લગતા હતા.
મુંબઈ ફાયર માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર
Fire Audit: મુંબઈની હાયરાઈઝ બિલ્ડિંગમાં વધતી આગ લાગવાની ઘટનાઓને અટકાવવા માટે મુંબઈ ફાયર બ્રિગેડ હવે એક્શન મોડમાં આવી ગયું છે. ફાયર બ્રિગેડ વિભાગે એવી ઇમારતોમાં વર્ષમાં બે વાર ફાયર ઑડિટ કરાવવાનું ફરજિયાત કરી દીધું છે. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે બહુમાળી ઇમારતો માટે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં વર્ષમાં બે વાર ફાયર ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ આવી બિલ્ડીંગોની ઓચિંતી મુલાકાત લેશે અને જો ફાયર ઓડિટ હાથ ધરવામાં નહીં આવે તો 10 દિવસમાં પાણી અને વીજળીના જોડાણો કાપી નાખશે. ગયા વર્ષે, ફાયર બ્રિગેડને મુંબઈમાં 15,000 કૉલ આવ્યા હતા, જેમાંથી 5074 કૉલ આગને લગતા હતા.