Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > IAF exercises: 14 જાન્યુઆરી સુધી મુંબઈ અને જુહુ એરપોર્ટ 1 કલાક રહેશે બંધ

IAF exercises: 14 જાન્યુઆરી સુધી મુંબઈ અને જુહુ એરપોર્ટ 1 કલાક રહેશે બંધ

12 January, 2024 02:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IAF exercises: 12 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી દરરોજ એક કલાક માટે એરપોર્ટને બંધ રાખવામાં આવશે. બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 1 વાગ્યા સુધી એરપોર્ટનું કામકાજ બંધ રહેશે.

એરક્રાફ્ટની પ્રતીકાત્મક તસવીર

એરક્રાફ્ટની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. દરમિયાન મુંબઈથી કોઈ ફ્લાઈટ લેન્ડ કે ટેક ઓફ નહીં થાય
  2. શુક્રવારે શરૂ થતા ત્રણ દિવસીય હવાઈ પ્રદર્શન પહેલા દક્ષિણ મુંબઈમાં કવાયત હાથ ધરાઇ હતી
  3. આ ઍર શૉ 12 અને 14 જાન્યુઆરીના રોજ 12થી 1 વાગ્યા સુધી મરીન ડ્રાઇવ પર યોજાનાર છે

IAF exercises: મુંબઈ એરપોર્ટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે 12 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી દરરોજ એક કલાક માટે એરપોર્ટને બંધ રાખવામાં આવશે. બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 1 વાગ્યા સુધી એરપોર્ટનું કામકાજ બંધ રહેશે.


મુંબઈની 12,000 ફૂટ નીચેની એરસ્પેસ તમામ નાગરિકો માટે બંધ રાખવામાં આવશે એવા સમાચાર સામે આવ્યા છે. આ સમય દરમિયાન એરપોર્ટ સંપૂર્ણ પણે બંધ રહેશે તે દરમિયાન મુંબઈથી કોઈ ફ્લાઈટ લેન્ડ કે ટેક ઓફ નહીં થાય. જો કે, ફ્લાઈટ્સ મુંબઈ એરસ્પેસ પર ઉડવાનું ચાલુ રાખશે, પરંતુ માત્ર 12,000 ફૂટથી વધુની ઊંચાઈ પર જ ઉડશે. મુંબઈ એરપોર્ટના બે રનવે, જેને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવનાર છે.




આ માટે જ મુંબઈ એરપોર્ટે મુસાફરોને સલાહ આપી છે કે તેઓ એરપોર્ટ પર પહોંચતા પહેલા એરલાઈન્સ સાથે તેમની બુક કરેલી ફ્લાઈટ્સ કન્ફર્મ કરે. CSMIA  દ્વારા `X` એકાઉન્ટ પર જણાવવામાં આવ્યું હતું કે "ભારતીય વાયુસેનાએ મુંબઈ ખાતે એરિયલ ડિસ્પ્લે કવાયતનું આયોજન કર્યું છે. આ જ કારણોસર મુંબઈના CSMIA રનવે (RWY 09/27 અને 14/32) 12મીએ 12:00 કલાકથી 13:00 કલાક સુધી કાર્યરત રહેશે નહીં. 13મી અને 14મી જાન્યુઆરીએ મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ દિવસો દરમિયાન એરપોર્ટ પર જતા પહેલા તેમની સંબંધિત એરલાઈન્સ સાથે તેમની નિર્ધારિત ફ્લાઈટ્સ ચકાસી લે. તમારા સહકારની પ્રશંસા કરવામાં આવે છે”


શા માટે એરપોર્ટને કલાક માટે બંધ રાખવામાં આવશે?

આ કલાક દરમિયાન ભારતીય વાયુસેના (IAF) એ શુક્રવારે શરૂ થતા મહાનગરમાં તેના ત્રણ દિવસીય હવાઈ પ્રદર્શન (IAF exercises) પહેલા દક્ષિણ મુંબઈમાં ગુરુવારે પ્રારંભિક કવાયત હાથ ધરી હતી. ગિરગાંવ જેવા દક્ષિણ મુંબઈના વિસ્તારોના રહેવાસીઓને આગામી ત્રણ દિવસ દરમિયાન જેટ વિમાનોએ આકાશમાં આકર્ષક એરોબેટિક દાવપેચ ચલાવી હતી.

એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, 12 થી 14 જાન્યુઆરી સુધીની મુખ્ય કવાયત હાથ ધરવામાં આવનાર હોવાથી બપોરે 12થી 1 વાગ્યાની વચ્ચે એક કલાક માટે એરપોર્ટ બંધ રહેશે. તે એક આઉટરીચ પ્રોગ્રામ (IAF exercises)નો એક ભાગ છે જેનો હેતુ IAF અને સ્થાનિક સમુદાય વચ્ચે વધુ ગાઢ જોડાણ બનાવવાનો છે.

ઍર શૉ ક્યારે અને કયા સમયે થવાનો છે?

આ ઍર શૉ 12 અને 14 જાન્યુઆરી, 2024 ના રોજ 12થી 1 વાગ્યા સુધી મરીન ડ્રાઇવ પર યોજાનાર છે. આ ઇવેન્ટમાં વિવિધ હવાઈ પ્રસ્તુતિઓ દર્શાવવામાં આવશે. આમાં Su-30 MKI દ્વારા ફ્લાયપાસ્ટ અને લો-લેવલ એરોબેટિક પ્રદર્શન (IAF exercises) કરવામાં આવશે. 

‘આકાશગંગા’ ટીમ દ્વારા પેરાશૂટ અને ફ્રીફોલ શો અને C-130 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. `સારંગ` હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અને સૂર્યકિરણ એરોબેટિક ડિસ્પ્લે ટીમ (SKAT) પણ એરોબેટિક કૃત્યો (IAF exercises) કરવાના છે.

Whatsapp-channel Whatsapp-channel

12 January, 2024 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK