સંજય રાઉતનો બેલગામ પ્રવાસ રદ થયા બાદ દેવેન્દ્ર ફડણવીસ બેલગામ પહોંચ્યા હતા. આ સમયે પહોંચ્યા બાદ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું
ફાઇલ તસવીર
નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) આરોપ લગાવ્યો હતો કે, “સંજય રાઉત (Sanjay Raut) કૉંગ્રેસ (Congress)ના ઈશારે ભાજપના વોટ ઘટાડવા માટે દલાલ તરીકે બેલગામ આવ્યા હતા.” સંજય રાઉતનો બેલગામ પ્રવાસ રદ થયા બાદ દેવેન્દ્ર ફડણવીસ બેલગામ પહોંચ્યા હતા. આ સમયે પહોંચ્યા બાદ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજી તરફ મહારાષ્ટ્ર એકીકરણ સમિતિના કાર્યકરો દ્વારા ફડણવીસને તેમની વિરુદ્ધ ઝુંબેશ ચલાવવા બદલ કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા.
ફડણવીસે કહ્યું કે, “ભારતીય જનતા પાર્ટી (BJP) રાષ્ટ્રીય પાર્ટી છે. હું લોકસભા ચૂંટણી માટે બેલગામ આવી ચૂક્યો છું. જ્યારે સ્વ. વિલાસરાવ દેશમુખ મુખ્યપ્રધાન હતા ત્યારે તેઓ કર્ણાટકમાં ફરતા હતા, હું અહીં મારી પાર્ટીની સ્થિતિ રજૂ કરવા આવ્યો છું. હું અને ભારતીય જનતા પાર્ટી પણ મરાઠી બોલનારાઓની પાછળ છીએ. આથી ભાજપે અહીં મરાઠા બોર્ડની રચના કરી છે.”
ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસે સંજય રાઉત દ્વારા કરવામાં આવેલી ટીકાનો જવાબ આપ્યો જતો. તેમણે કહ્યું કે, “જો સંજય રાઉત કૉંગ્રેસની છોડી દેશે તો હું અહીં નહીં આવું. રાઉત કૉંગ્રેસની દલાલી કરવા અહીં આવી રહ્યા છે. તેમની સાથી કૉંગ્રેસે તેમને અહીં ઉમેદવાર ન ઊભા રાખવાનું કહ્યું હતું. કૉંગ્રેસના ઈશારે સંજય રાઉત ભાજપના મતો ઘટાડવા મધ્યસ્થી કરવા આવ્યા હતા.”
આ પણ વાંચો: Mumbai: ભાયખલામાં એક રેસ્ટોરન્ટમાં ફાટી નિકળી આગ, કોઈ જાનહાની નહીં
આ દરમિયાન ભાજપના ઉમેદવારના પ્રચાર માટે બેલગામ આવેલા દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્ર એકીકરણ સમિતિના કાર્યકરોએ કાળા ઝંડા બતાવ્યા હતા. મહારાષ્ટ્ર એકીકરણ સમિતિએ તમામ રાજકીય પક્ષોને મહારાષ્ટ્ર એકીકરણ સમિતિના ઉમેદવાર સામે ન આવવાની અપીલ કરી હતી, પરંતુ તેમ છતાં નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બેલગામ ઉત્તરથી ભાજપના ઉમેદવાર રવિ પાટીલના પ્રચાર માટે આવ્યા હતા. કાર્યકર્તાઓએ ફડણવીસની નિંદા કરતા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પોલીસે તાત્કાલિક દોડી આવી સમિતિના કાર્યકરોને સભા સ્થળે જતા અટકાવ્યા હતા. પોલીસે સમિતિના કાર્યકરોની અટકાયત કરી છે.