કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મુંબઈમાં કહ્યું...
મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે માતૃભાષામાં શિક્ષણ આપવાની નીતિ લાવીશું.
કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે ગઈ કાલે મુંબઈમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘બૉમ્બે નહીં, મુંબઈ નામ હોવું જોઈએ એવી માગણી કરવામાં આવી હતી એમાં હું પણ સામેલ હતો. નવી શૈક્ષણિક નીતિમાં અમે માતૃભાષા ફરજિયાત કરવાના છીએ. મને ખબર છે કે અમારી આ નીતિનો પ્રચંડ વિરોધ થશે, પણ અમે આ નિર્ણય લઈશું જ. મારું કહેવું છે કે તમારે ઘરમાં માતૃભાષામાં જ બોલવું જોઈએ. જો તમે આવું નહીં કરો તો મોટી સંખ્યામાં વૃદ્ધાશ્રમ બનાવવા પડશે. જો ઘરમાં પૌત્ર માતૃભાષામાં બોલશે નહીં તો તે તેના દાદા સાથે કેવી રીતે કનેક્ટ થશે? આજના સમયમાં માતા-પિતા વ્યસ્ત રહે છે, પણ દાદા-દાદી પાસે ભરપૂર સમય છે. આથી માતૃભાષામાં વાત કરવી જરૂરી છે.’