HSC 12th Board Result: ગયા વર્ષે કુલ 91.25 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જેની સરખામણીએ આ વર્ષે વધુ વિદ્યાર્થીઓ પાસ થતાં રિઝલ્ટમાં 2.12 ટકા વધારો થયો છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં ધોરણ 12 માટે HSC બોર્ડની પરીક્ષા (HSC 12th Board Result) 21 ફેબ્રુઆરીથી લઈને 19 માર્ચ સુધી ઑફલાઇન પધ્ધતિથી લેવામાં આવી હતી જેના હવે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 12ની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓ તેમના રિઝલ્ટ જોવા માટે પોતાનો સાચો નોંધણી નંબર/ રોલ નંબર અને પાસવર્ડ ઓફિશિયલ વેબસાઇટમાં નાખવો પડશે અને તે બાદ જો આ વેબસાઇટ ક્રેશ નહીં થઈ હશે તો વિદ્યાર્થીઓએ તેમના રિઝલ્ટને જોઈને તેની એક કૉપી પણ સેવ કરી શકશે.
આ વર્ષના એચએસસી બોર્ડ પરીક્ષામાં એકંદરે 91.87 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમાંથી 93.37% વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ માર્ક મેળવી પાસ થયા છે. ગયા વર્ષે કુલ 91.25 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જેની સરખામણીએ આ વર્ષે વધુ વિદ્યાર્થીઓ (HSC 12th Board Result) પાસ થતાં રિઝલ્ટમાં 2.12 ટકા વધારો થયો છે. એક અહેવાલ મુજબ આ વર્ષે 12માં ધોરણની આ બોર્ડ પરીક્ષા માટે 1520181 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું જેમાંથી 1509848 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી પણ 1387135 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા હતા. આ પાસ થનાર વિદ્યાર્થીઓમાંથી કુલ 95.44 ટકા છોકરીઓ પાસ થઈ હતી અને 91.60 ટકા છોકરાઓ પાસ થયા છે. તેમ જ 94 ટકા જેટલા શારીરિક રીતે વિકલાંગ વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના કુલ નવ જિલ્લાઓમાંથી કોંકણનું પરિણામ (HSC 12th Board Result) 97.51 આવ્યું હતું જે સૌથી વધુ છે અને મુંબઈનું રિઝલ્ટ 91.95 ટકા આવ્યું હતું જે રાજ્યના બાકીના જિલ્લાઓની સરખામણીએ ખૂબ જ ઓછું છેકુલ 26 વિષયોનું પરિણામ 100 ટકા આવ્યું છે. પહેલી વખત એચએસસી 12માં ધોરણની બોર્ડ પરીક્ષામાં બેસનાર કુલ 1329684 વિદ્યાર્થીઓમાંથી 190570 વિદ્યાર્થીઓને 75 ટકા કરા વધુ માર્કસ મળ્યા હાથે તો અંદાજે 480631 જેટલા વિદ્યાર્થીઓને 60% અને તે બાદ 526425 જેટલા વિદ્યાર્થીઓને 45 ટકા અથવા તેનાથી વધુ માર્કસ મળ્યા છે.
એચએસસી બોર્ડ દ્વારા આપવામાં આવેલી રિઝલ્ટની માહિતી મુજબ રાજ્યમાં પુણેનું રિઝલ્ટ 94.44 ટકા, નાગપુરનું રિઝલ્ટ 92.12 ટકા, છત્રપતિ સંભાજી નગરનું રિઝલ્ટ 94.08 ટકા, મુંબઈનું રિઝલ્ટ 91.95 ટકા, કોલ્હાપુરનું રિઝલ્ટ 94.24 ટકા, અમરાવતીનું રિઝલ્ટ 93 ટકા, નાશિકનું રિઝલ્ટ 94.74 ટકા, લાતુરનું રિઝલ્ટ 92.36 ટકા અને સૌથી વધારે કોંકણનું રિઝલ્ટ 97.51 ટકા આવ્યું હતું.
ઉલ્લેખનીય છે આ આ વર્ષે એચએસસી બોર્ડ પરીક્ષાના (HSC 12th Board Result) પરિણામમાં રાજ્યની 21 એવી પણ કૉલેજો છે જેમનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે, તેમજુ 100 ટકા રીઝટ આનવર કૉલેજોની સંખ્યા 2246 જેટલી છે એવી માહિતી મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા આપવામાં આવી હતી. રાજ્યમાં 3,320 પરીક્ષા કેન્દ્રો પર એચએસસી બોર્ડ પરીક્ષા લેવામાં આવી હતી.