મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ દરમિયાન ત્રણ મોડલને પણ બચાવી લેવામાં આવી છે, જેમને દેહવ્યાપારમાં ધકેલવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસે (Mumbai Police) શુક્રવારે ગોરેગાંવની એક આલીશાન હૉટેલમાં સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ દરમિયાન ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Bhojpuri Film Industry)ની એક અભિનેત્રીની પણ ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ દરમિયાન ત્રણ મોડલને પણ બચાવી લેવામાં આવી છે, જેમને દેહવ્યાપારમાં ધકેલવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, સૂચનાના આધારે કાર્યવાહી કરતા, પોલીસ એન્ફોર્સમેન્ટ સેલની એક ટીમે મોડી સાંજે હૉટેલના રૂમમાં દરોડો પાડ્યો હતો.
તેમણે કહ્યું કે, “ભોજપુરી અભિનેત્રી તે ત્રણ મોડલની એજન્ટ તરીકે કામ કરતી હતી. તેણીએ ભોજપુરી ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત, તેણીએ હિન્દી, પંજાબી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં ઓટીટી શો અને ગીત આલ્બમ્સમાં કામ કર્યું છે.”
ADVERTISEMENT
એક અધિકારીએ જણાવ્યું હતું કે, “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ પીડિતાને એક એવી વ્યક્તિ પાસેથી ખરીદી હતી, જે અન્ય રાજ્યોની મહિલાઓની હેરફેરમાં સંડોવાયેલ છે." પીડિતાને વેશ્યાલય ચલાવતી બે મહિલાઓ દ્વારા વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવી હતી. એવી માહિતી અધિકારીઓએ આપી હતી. બાંગુરનગર પોલીસે બંને વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો અને અનૈતિક ટ્રાફિક નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે.
એસએસ બ્રાંચના જણાવ્યા અનુસાર, “અધિકારીઓએ અભિનેત્રીને પેમેન્ટ કરનાર ડમી ગ્રાહકને મોકલીને દરોડા પાડ્યા હતા. આરોપી અભિનેત્રીએ એક છોકરી માટે 50-80 હજારનો ચાર્જ વસૂલ્યો અને ત્રણ છોકરીઓને આરે કોલોનીમાં આવેલી રોયલ પામ હૉટેલમાં મોકલી હતી.”
આ પણ વાંચો: અજિતદાદા પાસે મુખ્યપ્રધાન બનવાની ક્ષમતા છે: વિવાદ વચ્ચે સંજય રાઉતનું નિવેદન
અભિનેત્રી, સુમન યાદવ, જેને સુમન કુમારી તેતુ ગોપી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે ભોજપુરી ઉદ્યોગમાં વિવિધ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં લૈલા મજનૂ, જોમેસ્ટિક બોક્સ, વેબ સિરીઝ, બાપ નંબરી અને બેટા 10 નંબર ભોજપુરી ફિલ્મનો સમાવેશ થાય છે. તેણીએ હિન્દી અને પંજાબીમાં વિવિધ આલ્બમ્સમાં મુખ્ય ભૂમિકામાં પણ કામ કર્યું છે.