ઘાટવાળા રસ્તામાં સૉઇલ સ્ટેબિલાઇઝેશન અને રસ્તાને મજબૂત કરવા માટેનું કામ હાથ ધરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવેને થાણે સાથે જોડતા ઘોડબંદર રોડમાં કાજુપાડાથી ગાયમુખ સુધીના ઘાટવાળા રસ્તામાં સૉઇલ સ્ટેબિલાઇઝેશન અને રસ્તાને મજબૂત કરવા માટેનું કામ હાથ ધરવામાં આવશે. આથી આજથી ૭ જૂન સુધી આ રસ્તામાં ભારે વાહનોને પ્રવેશવા નહીં દેવાય. આથી મુંબઈ-અમદાવાદ હાઇવે, ગુજરાત તરફનાં ભારે વાહનો થાણે, નવી મુંબઈ નહીં જઈ શકે. પર્યાયી માર્ગમાં મનોરથી ભિવંડી થઈને આગળ જઈ શકશે. આવી જ રીતે પાલઘર-વસઈ બાજુએથી આવતાં ભારે વાહનોને ચિંચોટી નાકાથી વરસાવે તરફ પ્રવેશબંધી કરવામાં આવી છે. તેઓ ચિંચોટીથી કામણ-ભિવંડી માર્ગે આગળ જઈ શકશે.