કોરોનાને એન્ટ્રી, સર્વેયરને નો એન્ટ્રી
કાંદિવલીના દામુનગરમાં પાલિકાના હેલ્થ વિભાગના કર્મચારીઓ દ્વારા ડોર-ટુ-ડોર સર્વે કરાયો હતો.
મહારાષ્ટ્ર સરકારના કૅમ્પેન ‘માય ફૅમિલી, માય રિસ્પૉન્સિબિલિટી’ હેઠળ ડોર-ટુ-ડોર સર્વે કરવાનો ઉદ્દેશ હતો, પરંતુ ઘણી સોસાયટીઓ હેલ્થ વર્કર્સને અંદર પ્રવેશવા દેવા રાજી નથી હોતી. એવું લાગે છે કે મુંબઈનાં બિલ્ડિંગોમાં રહેતા મિડલ-ક્લાસને ફૅમિલી બહાર નીકળીને તેમને કોરોના થાય એ ચાલે છે, પણ સર્વેયરને તેઓ એન્ટ્રી આપવા તૈયાર નથી. કૅમ્પેનનો પ્રથમ તબક્કો શનિવારે પૂરો થઈ રહ્યો છે ત્યારે ઘણા રહેવાસીઓએ તેમની મેળે ફૉર્મ ભર્યાં હોવાથી એ પૈકીના ઘણા રહેવાસીઓની મેડિકલ હિસ્ટરી વિશેની વિગતો કન્ફર્મ કર્યા વિના જ ડેટામાં ઉમેરવામાં આવી છે.
મલાડના કેટલાક ભાગોમાં હેલ્થ વર્કર્સને બિલ્ડિંગમાં પ્રવેશવાની મંજૂરી નહોતી આપવામાં આવી. અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સંજોગ કાબરેએ જણાવ્યું હતું કે ખાસ કરીને મનોરી ગામના રહીશો બીએમસીના પ્રયાસો પ્રત્યે ઉદાસીન હતા. લોકો તેમની વિગતો જણાવવા નથી માગતા અને કેટલાક લોકોને એવો ભય સતાવે છે કે તેઓ સર્વે હાથ ધરી રહેલા આરોગ્ય કાર્યકરોના સંપર્કમાં આવવાથી સંક્રમિત થઈ જશે. તેઓ અંતર જાળવવા ઇચ્છે છે. પણ આ ડેટા કો-મોર્બિડિટી ધરાવનારાઓ પર ધ્યાન આપવામાં મદદરૂપ નીવડશે અને સાથે જ સંસાધનોનું યોગ્ય રીતે આયોજન કરવામાં મનપાને મદદરૂપ થશે.’
એવી જ રીતે કે-વેસ્ટ વૉર્ડમાં ૨૦૦૦ કરતાં વધુ ઍક્ટિવ કેસો છે અને બીએમસીના અધિકારીઓ સમિતિના સભ્યોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
અસિસ્ટન્ટ કમિશનર વિશ્વાસ મોટેએ જણાવ્યું હતું કે ‘ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં કોઈ સમસ્યા નથી, પરંતુ બિલ્ડિંગોમાં કેટલાક રહેવાસીઓ તેમની માહિતી આપવા રાજી નથી અને તેઓ તેમનું ઑક્સિજન-લેવલ ચેક કરવા તૈયાર થતા નથી. આરોગ્ય ટીમો સોસાયટીના સેક્રેટરી અને ચૅરમૅન થકી તેમને સમજાવવાનો પ્રયાસ કરે છે અને ત્યારે આ રહેવાસીઓ નીચે આવીને માહિતી આપવા સંમત થાય છે.’
આ ડેટા વૅક્સિન વિતરણ અને સંસાધનોની ફાળવણીના આયોજન વખતે બહુ જ મહત્ત્વનો થશે. આ કટોકટીનો કાળ છે અને એએલએમ ગ્રુપ તથા રહેવાસીઓની આમાં ભાગ લેવાની જવાબદારી બને છે.
- આસિફ ઝકરિયા, કૉન્ગ્રેસી કૉર્પોરેટર
ADVERTISEMENT
સ્લમ્સનો ઇશ્યુ નથી. ટાવરોમાં કેટલાક રહેવાસીઓ તેમની માહિતી આપવા માટે તૈયાર નથી અને તેમના ઑક્સિજન-લેવલની ટેસ્ટ કરવા દેવા માટે તૈયાર નથી.
- વિશ્વાસ મોટે, અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર

