Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨૪ અઠવાડિયાં પછી ગર્ભાવસ્થા સમાપ્ત કરવા વિશે હાઈ કોર્ટનો રાજ્યને SOP ઘડવાનો આદેશ

૨૪ અઠવાડિયાં પછી ગર્ભાવસ્થા સમાપ્ત કરવા વિશે હાઈ કોર્ટનો રાજ્યને SOP ઘડવાનો આદેશ

Published : 12 April, 2024 08:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અધિનિયમની જોગવાઈઓ હેઠળ રાજ્ય સરકારે દરેક જિલ્લામાં મેડિકલ બોર્ડની રચના કરવાની હોય છે જેની પાસે ૨૪ અઠવાડિયાંથી વધુ સમયની પ્રેગ્નન્સીના ટર્મિનેશનને મંજૂર કે નામંજૂર કરવાની સત્તા હોય છે.

મુંબઈ હાઇકોર્ટની તસવીર

મુંબઈ હાઇકોર્ટની તસવીર


બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે મહારાષ્ટ્ર સરકારને ૨૪ અઠવાડિયાં પછી ગર્ભાવસ્થા સમાપ્ત કરવાને લઈને હૉસ્પિટલો માટે સ્ટૅન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) ઘડવાનો નિર્દેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ નીતિન સાંબ્રેની ડિવિઝન બેન્ચે પાંચમી એપ્રિલના આદેશમાં જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP) અધિનિયમમાં સુધારા મુજબ ગર્ભ ગંભીર રીતે ઍબ્નૉર્મલ હોય તો ૨૪ અઠવાડિયાં પછી ગર્ભપાતની મંજૂરી આપી શકાય છે. અધિનિયમની જોગવાઈઓ હેઠળ રાજ્ય સરકારે દરેક જિલ્લામાં મેડિકલ બોર્ડની રચના કરવાની હોય છે જેની પાસે ૨૪ અઠવાડિયાંથી વધુ સમયની પ્રેગ્નન્સીના ટર્મિનેશનને મંજૂર કે નામંજૂર કરવાની સત્તા હોય છે. આ માટે હકદાર મહિલાઓને કોર્ટ જવાની જરૂર નથી. એક મહિલાએ ઍબ્નૉર્મલ ગર્ભને કારણે ૩૨ અઠવાડિયાંની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવા માટે અરજી કરી હતી. બેન્ચે મહિલાને રાહત આપતાં જણાવ્યું હતું કે હૉસ્પિટલે મહિલાને મેડિકલ બોર્ડને બદલે કોર્ટમાં જવા કહ્યું એ આઘાતજનક છે. કોર્ટે રાજ્ય સરકારને બે મહિનામાં SOP તૈયાર કરીને નોટિફિકેશન જાહેર કરવા જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2024 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK