જિતેન્દ્ર આવ્હાડે એક ન્યુઝ-ચૅનલને જણાવ્યું હતું
‘ધ કેરલ સ્ટોરી’નું પોસ્ટર
એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ના નિર્માતાને જાહેરમાં ફાંસી આપવી જોઈએ. તેમણે માત્ર કેરળની છબિ જ ખરાબ કરી નથી, પરંતુ રાજ્યની મહિલાઓનું પણ અપમાન કર્યું છે.’
જિતેન્દ્ર આવ્હાડે એક ન્યુઝ-ચૅનલને જણાવ્યું હતું કે ‘ફિલ્મમેકરે કહ્યું છે કે કેરળમાંથી ૩૨,૦૦૦ મહિલાઓ ગુમ થઈ ગઈ હતી અને આતંકવાદી જૂથ આઇએસઆઇએસમાં જોડાઈ હતી. જોકે વાસ્તવિક આંકડો ત્રણ છે. આ ફિલ્મ કાલ્પનિક છે અને પ્રોડ્યુસરને પબ્લિક વચ્ચે ફાંસી આપવી જોઈએ.’