મુંબઈવાસીએ આગામી દિવસ માટે પાણીની વ્યવસ્થા કરીને રાખજો, નહીંતર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આગામી 30 અને 31 જાન્યુઆરીના રોજ મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં પાણી કાપ રહેશે.
પ્રતિકાત્મક તસવીર
મુંબઈવાસીએ આગામી દિવસ માટે પાણીની વ્યવસ્થા કરીને રાખજો, નહીંતર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આગામી 30મી જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યાથી 31મી જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યા સુધી સમારકામની કામગીરીના કારણે અડધા શહેરને 24 કલાક પાણી મળશે નહીં. દાદર (Dadar) તે જ દિવસે 25 ટકા ઓછું પાણી મળશે. 29 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી પાણી પુરવઠો ઓછા પ્રમાણમાં વહેશે.
પશ્ચિમ ઉપનગરોના નવ વોર્ડમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ જશે. નવ વોર્ડ છે - K પૂર્વ, K પશ્ચિમ, P દક્ષિણ, P ઉત્તર, R દક્ષિણ, R મધ્ય, R ઉત્તર, H પૂર્વ અને H પશ્ચિમ. પૂર્વ ઉપનગરોમાં એસ, એન અને એલ વોર્ડના ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે.
ADVERTISEMENT
આ પણ વાંચો:ભ્રષ્ટ અધિકારીઓને બચાવી લેવામાં પાવરધી છે બીએમસી
ઉપરોક્ત ઉપરાંત, માહિમ પશ્ચિમ(Mahim), દાદર પશ્ચિમ (Dadar), પ્રભાદેવી (Prabhadevi)અને માટુંગા પશ્ચિમમાં `જી નોર્થ` અને `જી સાઉથ` વોર્ડમાં પાણી પુરવઠામાં 25 ટકાનો ઘટાડો થશે. જ્યારે ધારાવી વિસ્તારમાં, જ્યાં સાંજે 4 થી 9 વાગ્યાની વચ્ચે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે, ત્યાં 30 જાન્યુઆરીએ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ જશે.
આ સમારકામના કામોને કારણે 29 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન ઉપરોક્ત વોર્ડમાં ઓછા દબાણથી પાણી પુરવઠો થશે.