અશ્લીલ મેસેજ મોકલવાના આધારે કરવામાં આવેલી ધરપકડના આ ગુનાની વિગતો આપતાં MBVVના સાઇબર પોલીસના વડા સુજિત ગુંજકરે ‘મિડ-ડ’ને કહ્યું હતું કે ‘દીપ સોલંકીની મીરા રોડમાં રહેતી યુવતી સાથે સગાઈ થઈ હતી
પ્રતીકાત્મક તસવીર
ટીનેજરની સગીર બહેનને પણ ગંદા મેસેજ મોકલતાં પરિવારે કરેલી ફરિયાદના આધારે પોલીસે ગુજરાત જઈને ગુજરાતી યુવકની ધરપકડ કરી મીરા રોડની ટીનેજરને અશ્લીલ મેસેજ મોકલવા બદલ થયેલી ફરિયાદ સંદર્ભે મીરા ભાઈંદર વસઈ વિરાર (MBVV) પોલીસના સાઇબર ડિપાર્ટમેન્ટે અંકલેશ્વરના ૨૦ વર્ષના દીપ સોલંકીની ધરપકડ કરી છે.
અશ્લીલ મેસેજ મોકલવાના આધારે કરવામાં આવેલી ધરપકડના આ ગુનાની વિગતો આપતાં MBVVના સાઇબર પોલીસના વડા સુજિત ગુંજકરે ‘મિડ-ડ’ને કહ્યું હતું કે ‘દીપ સોલંકીની મીરા રોડમાં રહેતી યુવતી સાથે સગાઈ થઈ હતી, પણ તેની વર્તણૂક સારી ન હોવાથી યુવતીના પરિવારે સગાઈ તોડી નાખી એટલે યુવાન ગુસ્સે ભરાયો હતો. તેણે યુવતીને અશ્લીલ મેસેજ મોકલતાં યુવતીએ તેને બ્લૉક કરી દીધો હતો. એ પછી યુવક તેની નાની બહેનને મેસેજ મોકલવા માંડ્યો હતો. તેની આ કનડગત બાબતે અમને ફરિયાદ કરવામાં આવી હતી. અમારી ટીમ ગુજરાત જઈને આરોપી યુવકને પકડી લાવી છે. કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને જેલ-કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.’