Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વારે ન વર્યા, હારે ન હાર્યા

વારે ન વર્યા, હારે ન હાર્યા

26 February, 2022 11:23 AM IST | Mumbai
Badal Pandya

આ સત્તાવીસ વર્ષમાં ‘મિડ-ડે’ સત્ય, સંવેદના, સત્ત્વ, સાતત્ય અને સંપૂર્ણતાની સતત અને એકધારી થતી રહેતી પરીક્ષાઓમાંથી વાચકોના સાથ-સહકાર સાથે પાર ઊતર્યું છે, જેની અમને ખુશી છે અને ગર્વ પણ છે

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો


સત્તાવીસ વર્ષ.


આ સત્તાવીસ વર્ષમાં ‘મિડ-ડે’ સત્ય, સંવેદના, સત્ત્વ, સાતત્ય અને સંપૂર્ણતાની સતત અને એકધારી થતી રહેતી પરીક્ષાઓમાંથી વાચકોના સાથ-સહકાર સાથે પાર ઊતર્યું છે, જેની અમને ખુશી છે અને ગર્વ પણ છે. તમારો આ સાથ, તમારો આ સહકાર અને તમારો આ સથવારો આવતાં વર્ષોમાં પણ આવો અને આટલો જ અકબંધ રહેશે એની ખાતરી પણ છે. વીતેલા સમયમાં જેમ આપણે સફળતાનાં નવાં શિખર સર કર્યાં છે એવી જ રીતે આવતા સમયમાં પણ આપણે સફળતાની નવી ઉડાન ભરતા રહેવાનું છે, સિદ્ધિય મેળવતા રહેવાનું છે. સત્તાવીસ વર્ષ માઇલસ્ટોન માત્ર છે, પડાવ માત્ર છે, ઇવૉલ્વ થવાની મજલ તો એકધારી ચાલતી જ રહેવાની; તો સાથે ચાલતી રહેવાની એકધારી મથામણ, સતત કશુંક નવું આપવાની અને મનોરંજન વત્તા માહિતીનો જે ચટાકો ૧૦૧ ટકાથી વધીને ૨૦૧ ટકા પર પહોંચાડ્યો છે એને વધારે નવી ઊંચાઈએ લઈ જવાની.



અમર્યાદ પડકારો વચ્ચે પસાર થયેલાં છેલ્લાં બે વર્ષની અનિશ્ચિતતાઓનો અંત હવે નજીક છે. આ ચૅલેન્જિંગ બે વર્ષે પરીક્ષા લીધી છે તો સાથોસાથ ભવિષ્યની સફળતાનો નવો પાયો પણ નાખ્યો છે, પણ પૉઝિટિવ રહેવાની નાનકડી શરત સાથે. એકધારી નકારાત્મકતા વચ્ચે અમે કશુંક નવું સકારાત્મક, હકારાત્મક લાવવાનો પ્રયાસ કર્યો છે અને એનું કારણ મકરંદ દવેની પેલી પંક્તિઓમાં છે; ‘ગમતાંને ન ગૂંજે ભરીએ, ગમતાંનો કરીએ ગુલાલ.’


પહેલાં કોરોના-વાઇરસ અને હવે વૉર-વાઇરસ વચ્ચે પૉઝિટિવિટીને ફેલાવી એનો ગુલાલ કરવાનો છે. આ ગુલાલના હેતુથી જ દુનિયા જ્યારે વાઇરસ સામે ઝઝૂમતી હતી ત્યારે એવા બાહોશ વીરલાઓ પણ હતા જેઓ વાઇરસના ભય વચ્ચે પણ વ્યક્તિગત રીતે, સામાજિક રીતે અને રાષ્ટ્રીય કે વૈશ્વિક સ્તરે પરિવર્તન માટે ઝઝૂમી રહ્યા હતા. ‘મિડ-ડે’ ૨૭ વર્ષ પૂરાં કરે છે એ સમયના આ ઍનિવર્સરી સ્પેશ્યલ અંકમાં આપણે એવા જ ૨૭ બાહોશ વીરલાઓને સલામ કરવી છે, જેમણે ચેન્જમેકર્સ બનીને દુનિયાને દૃષ્ટાંત પૂરું પાડ્યું.

લૉકઆઉટ હોય કે નિયંત્રણો, આ ચેન્જમેકર્સ હાર્યા નહીં. શ્વાસ રૂંધી નાખતા સંજોગોમાં તેઓ માત્ર ટક્યા નહીં, પણ સંજોગોને ઘૂંટણિયે લાવવાનું કામ પણ કરી ગયા. આમ તો એવા અનેક છે, હશે, પણ એ સૌમાંથી અમે ૨૭ ચેન્જમેકર્સના સાહસ અને સામર્થ્યને અહીં બિરદાવીએ છીએ.


કામાઠીપુરામાં લૉકડાઉનમાં કોઠામાંથી ફેંકાઈ ગયેલી સ્ત્રીની ટિફિન-સેવા શરૂ કરવાના પરાક્રમથી લઈને પોતાનાં નાના-નાનીના ડાયાબિટીઝને જોઈને આવા દરદીઓ માટે કશુંક કરવાની દોહિત્રીની મથામણ કે પછી મમ્મી-પપ્પાને તકલીફ ન પડે એવા મતભેદ સાથે જુદા થયેલા ભાઈઓના પરિવારને ફરી એક છાપરા નીચે લાવવા માટે બે પુત્રવધૂઓએ લીધેલી પહેલ હોય.
હિન્દી ફિલ્મો કરતાં પણ ચાર ચાસણી ચડે એવી આ સત્યકથામાં તમને સાહસ અને સામર્થ્યની સાથે સંવેદના અને સત્ત્વનો અનુભવ થશે, તો ક્યાંક ને ક્યાંક એ તમારી પ્રેરણા પણ બનશે, કારણ કે ચેન્જમેકર્સનું કામ ક્યારેય અટક્યું નથી, અટકતું નથી. આજે આ સત્તાવીસ છે, આવતી કાલે તમે પણ એ જ સામર્થ્ય, એ જ સાહસના પ્રતીક બનો.

અંતે બસ એટલું જ, અનેકનાં જીવનને નિખાર આપનારા અને ભવિષ્યમાં પણ આપી જનારા આ ૨૭ મહારથીઓને ૨૭મો વાર્ષિક અંક સમર્પિનત કરતી વખતે નતમસ્તક કહેવું પડે,
બંદે મેં થા દમ, વંદે માતરમ.

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2022 11:23 AM IST | Mumbai | Badal Pandya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK