મુંબઈ ટ્રાફિક-પોલીસે આ ભૂમિપૂજન સમારોહ પહેલાં જ ટ્રાફિક-નિયંત્રણ લગાવી દીધાં છે
BKCમાં આજે થનારા હાઈ કોર્ટના નવા બિલ્ડિંગના ભૂમિપૂજનની તૈયારી કરી રહેલા અધિકારીઓ. (તસવીર- આશિષ રાજે)
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચૂડના હસ્તે બૉમ્બે હાઈ કોર્ટના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવાનું હોવાથી બપોરે બે વાગ્યાથી રાતે ૯ વાગ્યા વચ્ચે ટ્રાફિક-નિયમન કરવામાં આવ્યું છે. મુંબઈ ટ્રાફિક-પોલીસે આ ભૂમિપૂજન સમારોહ પહેલાં જ ટ્રાફિક-નિયંત્રણ લગાવી દીધાં છે. નવું હાઈ કોર્ટ-બિલ્ડિંગ બાંદરા-ઈસ્ટના ખેરવાડીમાં ગવર્નમેન્ટ કૉલોની ગ્રાઉન્ડમાં બાંધવામાં આવશે.
આ માટે રામકૃષ્ણ પરમહંસ માર્ગ અને જે. એલ. શિર્સેકર માર્ગને જોડતો ન્યુ ઇંગ્લિશ સ્કૂલ માર્ગ પર બન્ને તરફ નો-એન્ટ્રી રહેશે. માત્ર ભૂમિપૂજન સમારોહને લગતાં વાહનોને જ એના પર પ્રવેશ મળશે. બાકીના ટ્રાફિકને મહાત્મા ગાંધી વિદ્યામંદિર રોડ તરફ વાળવામાં આવ્યો છે.