આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ મુંબઈ અને થાણેમાં ફ્લૅટનું વેચાણ ઘટ્યું છે જ્યારે એની સામે નવી મુંબઈમાં ફ્લૅટના વેચાણમાં ૨૩ ટકાનો વધારો નોંધાયો છે.
પ્રતીકાત્મક તસવીર
આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ મુંબઈ અને થાણેમાં ફ્લૅટનું વેચાણ ઘટ્યું છે જ્યારે એની સામે નવી મુંબઈમાં ફ્લૅટના વેચાણમાં ૨૩ ટકાનો વધારો નોંધાયો છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં આ વર્ષે ૧,૫૫,૩૩૫ ફ્લૅટનું વેચાણ થયું છે જેમાંથી મુંબઈમાં સૌથી વધુ ૬૯ ટકા એટલે કે ૧,૦૭,૫૩૦ ફ્લૅટ વેચાયા છે. જોકે એ ગયા વર્ષ કરતાં ઓછા છે. ગયા વર્ષે મુંબઈમાં ૧,૧૦,૪૫૦ ફ્લૅટ વેચાયા હતા, જ્યારે થાણેમાં ૨૦૨૩માં ૧૯,૨૪૦ ફ્લૅટ વેચાયા હતા એની સામે આ વર્ષે ૧૮,૧૬૫ ફ્લૅટ વેચાયા હતા. આમ એમાં ૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
નવી મુંબઈમાં ગયા વર્ષે ૨૪,૧૮૦ ફ્લૅટ વેચાયા હતા એની સામે આ વર્ષે ૨૯,૬૪૦ ફ્લૅટનું વેચાણ થતાં ૨૩ ટકાનો વધારો થયો છે. MMRમાં આ વર્ષે કુલ ૧,૩૪,૫૦૦ નવા ફ્લૅટનો વધારો થયો હતો જેમાંથી મુંબઈમાં જ ૯૭,૨૬૦ ફ્લૅટ છે.
ADVERTISEMENT
ગયા વર્ષે મુંબઈમાં ૧,૧૩,૫૯૦ ફ્લૅટ તૈયાર થયા હતા. આ વર્ષે એમાં ૧૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો; જ્યારે નવી મુંબઈમાં આ વર્ષે ૨૨,૦૪૦ નવા ફ્લૅટ તૈયાર થયા હતા જેની સામે ગયા વર્ષે ૨૮,૫૧૦ ફ્લૅટ બન્યા હતા. થાણેમાં ગયા વર્ષે ૧૫,૬૦૦ ફ્લૅટ તૈયાર થયા હતા જ્યારે આ વર્ષે ૧૫,૨૦૦ ફ્લૅટ તૈયાર થયા હતા.