Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગ્રાન્ટ રોડથી ઈસ્ટર્ન ફ્રીવેને એલિવેટેડ રોડ દ્વારા જોડાશે, 5.6 કિમીનો બનશે રોડ

ગ્રાન્ટ રોડથી ઈસ્ટર્ન ફ્રીવેને એલિવેટેડ રોડ દ્વારા જોડાશે, 5.6 કિમીનો બનશે રોડ

Published : 23 February, 2023 03:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નાગરિક અધિકારીઓ પ્રમાણે ટ્રાફિક જામ અને બમ્પર ટૂ બમ્પર ટ્રાફિક જેવી સ્થિતિઓને ખતમ કરવા માટે મુખ્ય રોડને એક નેટવર્કના માધ્યમે દક્ષિણ મુંબઈને જોડવાનું લક્ષ્ય છે.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


બૃહ્નમુંબઈ મહાનગર પાલિકાએ (BMC) મુંબઈમાં ટ્રાફિક જામની સમસ્યાથી રાહત મેળવવા માટે 5.6 કિલોમીટર લાંબો ઉંચો માર્ગ બનાવવાની યોદના ઘડી છે. આ યોજના ગ્રાન્ટ રોડને પૂર્વી ફ્રીવેની (Grant Road and Eastern Freeway) નૉર્થ સાઈડ સાથે જોડશે. નાગરિક અધિકારીઓ પ્રમાણે ટ્રાફિક જામ અને બમ્પર ટૂ બમ્પર ટ્રાફિક જેવી સ્થિતિઓને ખતમ કરવા માટે મુખ્ય રોડને એક નેટવર્કના માધ્યમે દક્ષિણ મુંબઈને જોડવાનું લક્ષ્ય છે. (Grant Road and Eastern Freeway to be connected by 5.6 km elevated road ) 


મુખ્ય વાતો
શું છે પ્રૉજેક્ટ
કેવી રીતે થશે સમયની બચત
ક્યાંથી ક્યાં સુધી વધશે કનેક્ટિવિટી
કેટલી છે પ્રૉજેક્ટ પર લાગેલી મુદ્દલ
ક્યાર સુધી બની શકે છે પ્રૉજેક્ટ



પૂર્વી ઉપનગરોમાં ચેમ્બૂરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (EEH) અને દક્ષિણ મુંબઈમાં પી.ડી. મેલો રોડ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલની (P.D. Mello Road,Chhatrapati Shivaji Maharaj Terminal) બહાર 17 કિલોમીટર લાંબા ઈસ્ટર્ન ફ્રીવે સાથે (CSMT) જોડાયેલો છે. આ હાઈ-સ્પીડ ફ્રીવે યાત્રાના સમયે ખૂબ જ ઘટાડી દે છે. 2014માંનું ઉદ્ઘાટન પછીથી ફ્રીવે દક્ષિણ મુંબઈ અને પૂર્વી ઉપનગરો વચ્ચેના અંતરને ઘટાડી દીધો છે. (Mumbai traffic news) 


હાઈવેના પી.ડી. મેલો રોડમાં પૂરું થતાં જ ટ્રાફિક જામ શરૂ થઈ જાય છે. કારણકે મુંબઈ શહેર તરફ સરળતાથી યાત્રા કરવા માટે વાહનોના ઉપયોગ માટે કોઈ અન્ય માર્ગ ઉપલબ્ધ નથી.

નગર અધિકારી (પ્રૉજેક્ટ્સ) પી. વેલરાસુ પ્રમાણે, નવા એલિવેટેડ રૂટ પીડી મેલો રોડથી શરૂ થશે અને જે.જે ફ્લાયઓવરથી થતા ગ્રાન્ટ રોડથી પશ્ચિમ તરફ જશે આ એલિવેટેડ કૉરિડોર મોટરમાર્ગનો વિસ્તાર નથી પણ આ એક અલગ જ પ્રૉજેક્ટ તરીકે બતાવવામાં આવ્યું છે. આ ફ્લાયઓવરથી સીધું સંપર્ક વધારશે અને પીડી મેલો રોડ અને કોલાબાની આસપાસની અવરજવરની ભીડને ઘટાડવામાં મહત્વપૂર્ણ રહેશે.


હાલ પીડી મેલો રોડ અથવા કોલાબાથઈ ગ્રાન્ટ રોડ આવવામાં 30થી 50 મિનિટ લાગે છે. આ પુલ શરૂ થયા બાદ પ્રવાસનો સમય લગભગ 6-7 મિનિટનો રહેશે. તેમણે દાવો કર્યો છે કે મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક રોડ (Mumbai Trans-Harbour Link Road)ના ફ્રીવેમાં સામેલ થયા બાદ, આગામી કેટલાક વર્ષોમાં દક્ષિણ મુંબઈમાં વાહનોનું આવાગમન હજી વધારે સરળ થઈ જશે.

આ પણ વાંચો : મહિલાએ 3 વર્ષ સુધી પોતાને દીકરા સાથે ઘરમાં કરી બંધ, કારણ સાંભળીને ચોંકી ઉઠશો

આ ફ્લાયઓવરમાં ત્રણ લેન હશે. મુખ્ય માર્ગને ચાર પેકેજજમાં વિભાજિત કરવામાં આવ્યા છે અને આ કુલ મળીને 5.6 કિમી લાંબો હશે. પ્રૉજેક્ટનો અનુમાનિત ખર્ચ 7.43 અરબ રૂપિયા છે અને બીએમસીએ આને પૂરું કરવા માટે 36 મહિનાની સમય સીમા નક્કી કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2023 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK