Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શરદ મારુના અવસાનના ૨૪ દિવસમાં જ પત્નીની વિદાય

શરદ મારુના અવસાનના ૨૪ દિવસમાં જ પત્નીની વિદાય

03 July, 2024 03:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમના અંતિમ સંસ્કાર ગઈ કાલે સાંજે છ વાગ્યે ઘાટકોપરની હિન્દુ સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા

શોભના શરદ મારુ

શોભના શરદ મારુ


ધ ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (ગ્રોમા)ના ભૂતપૂર્વ પ્રમુખ શરદ મારુના અવસાનના ૨૪ દિવસમાં જ તેમનાં ૭૩ વર્ષનાં પત્ની શોભના મારુનું ગઈ કાલે ૧૧.૨૦ વાગ્યે અચાનક અવસાન થતાં મારુ પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો. તેમના અંતિમ સંસ્કાર ગઈ કાલે સાંજે છ વાગ્યે ઘાટકોપરની હિન્દુ સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા.


શોભના મારુના મૃત્યુની માહિતી આપતાં તેમના નાના પુત્ર નિરલ મારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેઓ અમારા પરિવારની કરોડરજ્જુ હતાં. ૭૩ વર્ષની વયે પણ તેઓ શારીરિક રીતે ફિટ હતાં અને તેમને કોઈ મોટી બીમારી નહોતી. તેઓ યોગ માટે ઉત્સાહી હતાં અને પિતાના અવસાન પછી તેમણે ફરી યોગ કરવાની શરૂઆત કરી હતી. કમનસીબે શનિવારે યોગ કરતાં-કરતાં મમ્મી નીચે પડી ગયાં હતાં અને તેમના નિતંબમાં ફ્રૅક્ચર થયું હતું. તરત જ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. રવિવાર હોવાથી સોમવારે તેમનું ઑપરેશન કરવામાં આવ્યું હતું. મમ્મી ગઈ કાલે સવારે મૃત્યુની થોડી મિનિટો પહેલાં સ્વસ્થ હતાં અને હસતાં હતાં. અચાનક અટૅક આવ્યો અને તરત જ તેઓ મૃત્યુ પામ્યાં હતાં. અમે હજી ૨૪ દિવસ પહેલાં જ પપ્પા ગુમાવ્યા છે અને અચાનક મમ્મીનું મૃત્યુ થતાં અમારો પરિવાર શોકગ્રસ્ત બની ગયો છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2024 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK