રતન તાતા ક્યારેય રિચેસ્ટ ઇન્ડિયન કેમ ન બન્યા એનું કારણ જાણીને સલામ કરશો
રતન તાતાના પાર્થિવ દેહને કાલે તિરંગો ઓઢાડીને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી.
તાતા ગ્રુપ ૩૪ લાખ કરોડ રૂપિયાનું હોવા છતાં રતન તાતાનું નામ ક્યારેય ટૉપ-ટેન રિચેસ્ટ ઇન્ડિયનમાં ન આવવાનું કારણ છે ચૅરિટી. તાતા સન્સના કુલ નફામાંથી ૬૬ ટકા ચૅરિટી માટે વાપરવામાં આવે છે. તાતા સન્સમાં રતન તાતાનો હિસ્સો માત્ર ૦.૮૩ ટકા છે. રતન તાતાની પોતાની નેટવર્થ ૭૯૦૦ કરોડ રૂપિયા છે. જોકે એમાંથી પણ તેઓ સખાવત કરે છે અને એ કામ તેઓ પોતે શરૂ કરેલી RNT અસોસિએટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની મારફત કરતા હતા. આ સિવાય તેમણે પચીસ જેટલા સ્ટાર્ટઅપ્સને પ્રમોટ કરવા માટે એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું.