GMD.COM DECODES: ભારતના ૯૦ ટકા વેધર રડાર્સ એક સીધી રેખામાં હવામાનને ચેક કરે છે, પર્વતીય વિસ્તારોમાં તો આ સીધી રેખા વાળા રડાર્સ લગભગ નકામા થઈ જાય છે.
GMD.COM DECODES
મુંબઈનો વરસાદ (ફાઇલ તસવીર)
જ્યારે મુંબઇમાં વરસાદની આગાહી હોય ત્યારે જ વરસાદ કેમ આવતો નથી? જો તમે પણ આવું વિચારતા હોવ તો અહીં તમને આ પ્રશ્નોનો ચોક્કસ જવાબ મળી રહેશે. મહારાષ્ટ્ર અને મુખ્યત્વે મુંબઈના આસપાસના વિસ્તારમાં કોંકણ કિનાર પટ્ટી , સાતપૂડા પર્વતમાળા અને અરબી સમુદ્ર જેવા ઘટકો વાતાવરણમાં બદલાવ કરે છે. ચારેય બાજુએ આવા ઘટકો હોવાથી મુંબઇમાં વરસાદની અગાહીનું અનુમાન (mumbai weather updates)કરવું પહેલાથી જ અઘરું છે. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે કાંદિવલીમાં મુશળધાર વરસાદ હોય અને બોરીવલીમાં પ્રખર તડકો! આમ આસપાસના પરિબળો મુંબઇમાં વાતાવરણને ચંચળ રાખે છે. પરંતુ સાચા હવામાનનું અનુમાન લગાવવું અશક્ય પણ નથી જ.
બંગાળનો અખાત , અરબી સમુદ્ર અને વેસ્ટર્ન ઘટના પવનો લો પ્રેશરનું નિર્માણ કરે છે અને IMD પાસે ECMVF અથવા GFS પ્રકારના રેડાર છે, આ રેડાર લો પ્રેશરવાળી હવાનું અનુમાન લગાવી શકતા નથી. જૂની ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર આ તંત્ર એમ તો કહી શકે છે કે મહારાષ્ટ્રમાં વાતાવરણ કેવું રહેશે પરંતુ મુંબઇમાં કેટલા વાગે અને કેટલો વરસાદ પડશે એવું અનુમાન આપનાર મશીન હજી સુધી ભારત પાસે નથી. ભારતની સતત બદલાતી ઋતુઓ અને વિવિધ પ્રદેશોમાંનું વિવધ વાતાવરણ , આમ બદલાતી પરિસ્થિતઓ હવામાન ખાતાંને દિવસે તારા બતાવવાનું કામ કરે છે. એક રિપોર્ટ અનુસાર છેલ્લા ૨૦ વર્ષથી મુંબઈગરાઓને વરસાદનો સાચી આગાહી મળી શકી નથી. (mumbai weather updates)
ADVERTISEMENT
IMD આવા આક્ષેપો સામે એવું કહે છે કે જે વિસ્તારમાં પરિસ્થતિઓ ગંભીર બનવાની સમસ્યા હોય તેવા વિસ્તારમાં IMD વધુ ધ્યાન આપે છે અને જ્યાં વરસાદથી નુકસાન ઓછું થતું હોય ત્યાં થોડી બહુ ભૂલો થવાથી કોઈ મોટા ફેરફાર નહીં થાય. વિદેશમાં વરસાદ ક્યારે કેટલો અને ક્યાં પડશે એનું સચોટ અનુમાન મળતું હોય તો ભારતમાં કેમ નહીં ? ભારતના ૯૦ ટકા વેધર રડાર્સ એક સીધી રેખામાં હવામાનને ચેક કરે છે, પર્વતીય વિસ્તારોમાં તો આ સીધી રેખા વાળા રડાર્સ લગભગ નકામા થઈ જાય છે.
જો, મુંબઈ અને ભારતના અન્ય શહેરોમાં હવામાનનું અનુમાન સચોટ કરવું હોય તો નવીનતમ ટેક્નોલોજીના ડોપલર રડાર્સ જ કામ આવી શકે એમ છે. બલૂન વડે વપરાતો આ રડાર હવામાં ઊંચે સુધી પહોંચી સચોટ માહિતી આપી શકે છે. તે ઉપરાંત શહેરોમાં રડાર્સની સંખ્યા વધારવી, વધુ વેધર સ્ટેશન્સ બનાવવા જેવા ઘટકો પણ આપણને હવામાનનો સામનો કરવાની પૂર્વ તૈયારીમાં મદદરૂપ થઈ શકે છે. ૫૧૪ કરોડ જેટલી રકમો ફાળવવા છતાં જો આપણું હવામાન ખાતું (mumbai weather updates) હાસ્યાસ્પદ ગણાતું હોય ત્યારે ખરેખર તંત્ર અને ટેક્નોલોજી બંનેમાં ઘણા બદલાવની તાતી જરૂર દેખાઈ રહી છે.