GMD.COM DECODES: ડબ્બાવાળાઓ પોતાનું તંત્ર પોતાના નિયમો અનુસાર ચલાવે છે. અહીં જોડાવા માટે પહેલા ૬ મહિના પ્રોબેશન પીરિયડ તરીકે ગણાય છે.
GMD.COM DECODES
મુંબઈના ડબ્બાવાળાઓની ફાઇલ તસવીર
ઘરે ઘરે ગરમા ગરમ ભોજનની ડિલીવરી કરતાં મુંબઈના ડબ્બાવાળાઓનું (GMD.COM DECODES) તંત્ર વિશ્વ વિખ્યાત છે. આપણે પશ્ચિમની ભાષા અને પશ્ચિમના પોશાકો અપનાવતા થયા છીએ ત્યારે તેઓની હાર્વર્ડ જેવી પ્રતિષ્ઠિત કૉલેજોમાં ડબ્બાવાળાઓના તંત્ર વિષે પ્રબંધ અને કેસ સ્ટડીસ ભણાવવામાં આવે છે. ચાલો, આજે જાણીએ મુંબઈના મખરમાં વધુ માનનો ઉમેરો કરનાર ડબ્બાવાળાઓની ડબ્બા પહોંચાડવની રીત અને તેમના કેટલાક સીક્રેટ્સ.
શું છે ડબ્બાવાળાઓની ડિલીવરીનો સીક્રેટ?
સૌપ્રથમ એક ડબ્બાવાળો પહેલાથી નિશ્ચિત એડ્રેસ પાસેથી ડબ્બો કલેક્ટ કરે છે, ધીરે ધીરે ડબ્બાવાળાઓ (Mumbais Dabbawalas) ડબ્બો કલેક્ટ કરી નિશ્ચિત રેલ્વે સ્ટેશન પર એકઠા થાય છે. ત્યાર બાદ ભેગા થયેલા ડબ્બાઓની નજીકના એડ્રેસ પ્રમાણે વહેંચણી કરવામાં આવે છે. એક ડબ્બાવાળો એક વિસ્તારના પોતાના ગ્રાહકોના ડબ્બાને પોતાની પાસે અલગથી રાખે છે અને આમ આ વહેચણી પૂર્ણ થાય છે. ત્યાર બાદ ડબ્બાવાળાઓ માયાનગરીની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં ડબ્બા લઈને દિવસની શરૂઆત કરે છે. વર્ષોથી લોકલ ટ્રેન તેઓની જીવાદોરી બનતી આવી છે. અન્ય મુસાફોરને ભલે થોડી થકલીફ થાય પણ માચીસના ડબ્બા જેટલા ઓરડાઓમાં મહેલ જેટલું હૈયું મુંબાઈગરાઓ હંમેશથી જ રાખતા આવ્યા છે. થોડું એડજસ્ટ તેઓ કરે છે અને થોડું એડજસ્ટ ડબ્બાવાળાઓ, આમ સફેદ ટોપી અને સફેદ પેંટ શર્ટ પહેરી હજારો કર્મચારીઓને બપોરનું વાળું કરાવનારા પોતાના આગલા મુકામે પહોંચે છે.
ADVERTISEMENT
સ્ટેશનએ પહોંચ્યા બાદ ડબ્બાઓની ફરીથી ગણતરી કરવામાં આવે છે અને ડિલીવરીના વિસ્તારમાં વહેંચવામાં આવે છે. અહીંથી એક નવો ડબ્બાવાળો અથવા ટ્રેનના ડબ્બાવાળાઓમાંથી કોઈ એક ડબ્બાની ડિલીવરી કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશેકે ઉપયોગમાં લેવાતા આ ડબ્બાઓ (GMD.COM DECODES) પણ કોડ નંબર્સ દ્વારા વહેંચાય છે. અહીં પહેલો આંકડો એડ્રેસનો હોય છે, બીજો ડબ્બાની ડિલીવરી કરનાર ડબ્બાવાળાનો અને ત્રીજો આંકડો અથવા એક ખાસ પ્રકારના રંગનું ચિન્હ સ્ટેશન માટે હોય છે.
ડબ્બાવાળોનું કલ્ચર પણ છે કોર્પોરેટ જેવું
ડબ્બાવાળાઓ પોતાનું તંત્ર પોતાના નિયમો અનુસાર ચલાવે છે. અહીં જોડાવા માટે પહેલા ૬ મહિના પ્રોબેશન પીરિયડ તરીકે ગણાય છે અને તમારો ડિલીવરીનો સમય અને એક્યૂરસીને જોઈને તમને ફાઇનલ કરવામાં આવે છે. ડિલીવરી કરવા ઉપરાંત તમે આ સર્વિસમાં જોઇન્ટ ઓનર પણ બની શકો છો અને તમારી આવકના ૧૦ ઘણા પૈસા કમાઈ શકો છો. બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશનની પ્રમુખ શાળાઓમાં મુંબઈના ડબ્બાવાળોની (Mumbais Dabbawalas) સર્વિસ અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી છે. પ્રાઇવેટ લિમિટેડ કમ્પનીઝમાં પણ તેઓનું ઉદાહરણ આપી વહીવટ ચલાવવામાં આવે છે. સમય સાથે ડબ્બાવાળાઓએ પણ પોતાની નીતિઓમાં અને વહીવટમાં બદલાવ કર્યા છે. ટેક્નોલોજીનો ઉપયોગ, વેબસાઇટ લોન્ચ કરવું, ડિજિટલ પેમેન્ટ્સ જેવા માધ્યમો સાથે તેઓ પોતાના વિલુપ્ત થતાં આ વ્યવસાયને જીવંત રાખવાના પ્રયત્નો કરી રહ્યા છે.
આવનારા વર્ષોમાં ૧૮૯૦થી ચાલતી આ સર્વિસ અસ્તિત્વમાં રહેશે કે નહીં તે સમય નક્કી કરશે પરંતુ, રોજ કામ કરતાં હજારો કર્મચારીઓનું પેટ પાળનાર આ ડબ્બાવાળાઓની સેવા અને તંત્ર ખરેખર એક અજાયબી જ છે.