Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૨ વર્ષની બહેનને માસિક શરૂ થયું, પણ ભાઈને એ અફેરનું પરિણામ લાગતાં તેની હત્યા કરી નાખી

૧૨ વર્ષની બહેનને માસિક શરૂ થયું, પણ ભાઈને એ અફેરનું પરિણામ લાગતાં તેની હત્યા કરી નાખી

Published : 10 May, 2023 10:13 AM | Modified : 10 May, 2023 07:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બહેનને ભાઈએ આ વિશે પૂછતાં તે જાણકારીના અભાવે સરખો જવાબ આપી શકી નહોતી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


૧૨ વર્ષની નાની બહેનનું કોઈ સાથે અફેર હોવાની શંકા રાખીને ૩૦ વર્ષના સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા મોટા ભાઈએ તેની હત્યા કરી હતી. બહેનને ઉંમર મુજબ પહેલી વખત માસિક સ્રાવની શરૂઆત થઈ હતી, પરંતુ ભાઈને લોહીના ડાઘ જોઈને તેણે કોઈની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાની ગેરસમજ થઈ હતી. ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘બહેન તેનાં ભાઈ-ભાભી સાથે રહેતી હતી. માસિક સ્રાવ શરૂ થતાં તેનાં કપડાં પર ડાઘ પડ્યાં હતાં. બહેનને ભાઈએ આ વિશે પૂછતાં તે જાણકારીના અભાવે સરખો જવાબ આપી શકી નહોતી. પરિણામે ભાઈએ તેને માર મારવા ઉપરાંત જીભ, ચહેરા અને પીઠ સહિત ઘણા ભાગમાં ડામ આપ્યા હતા. બહેનને હૉસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તપાસ દરમ્યાન તમામ વિગતો બહાર આવતાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. બહેનના મૃત શરીરને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું.’ 


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2023 07:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK