અંગ્રેજીમાં આવી બે પાનાંની લાગણીસભર સુસાઇડ-નોટ લખીને ઘાટકોપરની ગુજરાતી યુવતીએ અહમદનગરની ૧૪૦૦ ફુટ ઊંડી ખીણમાં ગાઇડની હાજરીમાં કૂદકો મારી દીધો
અહમદનગરમાં આવેલા હરિશ્ચંદ્ર પર્વતના કોંકણકડા વિસ્તારમાં સોમવારે સવારે ગુજરાતી યુવતીના મૃતદેહને શોધવા ચાલી રહેલું રેસ્ક્યુ ઑપરેશન.
મમ્મી અને પપ્પા, મને માફ કરશો. કોઈ મને મદદ કરી શક્યું નથી. મને આ વાત શબ્દોમાં કહેવી મુશ્કેલ લાગે છે. હું તમને ઘણું કહેવા માગું છું, પણ કહી શકતી નથી. હું તમારી સારી દીકરી બની શકી નહીં. મારા જીવનમાં મેં ઘણી ભૂલો કરી છે. હું મારા જીવનથી કંટાળી ગઈ છું. હું પ્રાર્થના કરું છું કે આવો સમય કોઈનો પણ ન આવે અને કોઈ આવું પગલું ન ભરે. તમે બાર જ્યોતિર્લિંગની જાત્રા કરી આવશો.