Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ-અમદાવાદ હાઇવે પરથી બચ્ચાચોર ગૅન્ગ પકડાઈ, બે છોકરાઓને છોડાવી લેવાયા

મુંબઈ-અમદાવાદ હાઇવે પરથી બચ્ચાચોર ગૅન્ગ પકડાઈ, બે છોકરાઓને છોડાવી લેવાયા

Published : 06 October, 2024 08:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે એ પછી એ ગૅન્ગના છ જણની ધરપકડ કરી હતી, જેમાં ત્રણ મહિલાઓ હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાલઘર પોલીસની એક ટીમ હાઇવે પર શનિવારે રાતે પૅટ્રોલિંગ કરી રહી ત્યારે દહાણુ-ચારોટી બ્રિજ નીચે કેટલાક લોકો એકબીજા સાથે જોર-જોરથી બોલીને ઝઘડી રહ્યા હતા એટલે પોલીસે શું ચાલી રહ્યું છે એ જાણવા માટે તેમની પૂછપરછ કરી હતી. એ વખતે ઝઘડી રહેલા એ ગ્રુપમાં પાંચ અને આઠ વર્ષના બે છોકરા મળી આવ્યા હતા. તેમની પૂછપરછ કરતાં તે બન્ને છોકરાઓએ કહ્યું હતું કે તેઓ કલ્યાણના છે અને આ લોકો તેમને પોતાની સાથે લઈ આવ્યા હતા. પોલીસે એ પછી એ ગૅન્ગના છ જણની ધરપકડ કરી હતી, જેમાં ત્રણ મહિલાઓ હતી. પોલીસે તે બન્ને બાળકોને કલ્યાણ પોલીસને સોંપ્યાં હતાં. ગૅન્ગના સભ્યોની પૂછપરછ કરતાં તેઓ મહારાષ્ટ્રના સાંગલી અને મીરજના રહેવાસીઓ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. પોલીસે તેમની વધુ પૂછપરછ ચાલુ કરી છે.  


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2024 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK