ગણેશવિસર્જન વખતે ભીડનો લાભ લઈ ભીડમાં ભળી જઈને મોબાઇલ ચોરનારી ગૅન્ગના કેટલાક સભ્યોને વી. પી. રોડ પોલીસે ઝડપી લીધા છે.
૭૦ ચોરાયેલા મોબાઇલ અને ૪.૭૦ લાખ રૂપિયાની કૅશ પોલીસે જપ્ત કર્યાં છે.
ગણેશવિસર્જન વખતે ભીડનો લાભ લઈ ભીડમાં ભળી જઈને મોબાઇલ ચોરનારી ગૅન્ગના કેટલાક સભ્યોને વી. પી. રોડ પોલીસે ઝડપી લીધા છે. તેમની પાસેથી ૭૦ ચોરાયેલા મોબાઇલ અને ૪.૭૦ લાખ રૂપિયાની કૅશ પોલીસે જપ્ત કર્યાં છે.
ગણેશવિસર્જન વખતે વી. પી. રોડ પોલીસ-સ્ટેશનને મોબાઇલ ચોરાયા હોવાની સંખ્યાબંધ ફરિયાદો મળી હતી. એથી વી. પી. રોડ પોલીસે એ વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં અને એના આધારે આરોપીઓને ઓળખી કાઢીને તેમની શોધ ચાલુ કરી હતી. આરોપીઓ લોઅર પરેલ અને કામાઠીપુરાના રહેવાસીઓ છે. તેમને પકડીને તેમની પાસેથી પોલીસે ૭૦ મોબાઇલ પાછા મેળવવાની સાથે ૪.૭૦ લાખ રૂપિયાની કૅશ પણ જપ્ત કરી હતી. આરોપીઓ રીઢા મોબાઇલચોર છે. તેમની સામે આ પહેલાં પણ અલગ-અલગ પોલીસ-સ્ટેશનોમાં આ પ્રકારના ગુના નોંધાયેલા છે. હાલ પોલીસ તેમની ગૅન્ગના અન્ય સભ્યોને શોધી રહી છે.