મુકેશ અંબાણીને ઘરે થયેલી ગણપતિ પૂજા (Ganesh Chaturthi 2023)નો એક વીડયો વાયરલ થયો છે. જેમાં ઈશા અંબાણી `મણિયારો રે..` ગીત પર થિરકતી જોવા મળે છે. ઈશા અંબાણીનો આવો અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય..
Watch Video
વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થીના પાવન અવસર પર સમગ્ર દેશમાં ઠેર ઠેર બાપ્પાની સ્થાપના કરી તેમની પૂજા કરવાની પરંપરાને ઘણા લોકો અનુસરી રહ્યાં છે. દેશનો સૌથી ધનાઢ્ય પરિવાર, અંબાણી પરિવારના આંગણે પણ `ગજાનંદ`નું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતી પરિવાર તરીકે તમામ પરંપરા અને વિધિઓ અનુસાર બાપ્પાની પૂજા કરવામાં આવી હતી. આ ઉત્સવને વધારે આનંદમય બનાવવામાં માટે સિંગર ઓસમાણ મિર અને તેમના પુત્ર આમિર મિરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ભવ્ય ઉજવણીમાં બૉલિવૂડના સ્ટાર્સ પણ સામેલ થયા હતાં.
મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પાના આગમનનો તહેવાર, ગણેશ ચતુર્થી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. ગણેશજીના આ ખાસ તહેવાર પર ઈશા અંબાણી પણ પોતાના જોડિયા બાળકો સાથે ઉજવણીમાં સામેલ થઈ હતી. પરિવારના તમામ સભ્યોએ મળીને બાપ્પાની પૂર્જા અર્ચના કરી તેમની આરાધના કરી હતી. ગુજરાતના લોકપ્રિય ગાયક ઓસમાણ મિર અને તેમના પુત્ર આમિર મિરે સંગીતના સુરથી માહોલને વધુ ભક્તિમય બનાવી દીધો હતો. આ દરમિયાન ઓસમાણ મીરે "મણિયારો રે.. મણિયારો..." જેવા ગીતો લલકાર્યા હતાં. સોશિયલ મીડિયા પર આ ઉજવણીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બાપ્પાની પૂજા દરમિયાન ઈશા અંબાણીને સંગીતના સુર પર થિરકતાં જોઈ શકાય છે.
ADVERTISEMENT
View this post on Instagram
વીડિયોમાં ઓસમાણ મિર અને તેમના પુત્ર આમિર મિર સંગીત-વાદ્યની ટીમ સાથે "મણિયારો રે.. મણિયારો..."ગીત ગાઈ રહ્યાં છે, અને ઈશા અંબાણી એકદમ મગ્ન થઈ આ ગીતને માણી રહી છે. હાથમાં તેડેલા બાળક સાથે આ ગીત પર ઈશા અંબાણી થિરકતી જોવા મળી રહી છે. ઈશા અંબાણી જે રીતે ગીતને માણી રહી છે તે જોઈને તેના ઉત્સાહનો અંદાજ લગાવી શકાય છે. ભગવાન શ્રીગણેશજીના તહેવાર પર નિતા અંબાણી, ઈશા અંબાણી, શ્લોકા અંબાણી અને રાધિકા મર્ચન્ટ પરંપરાગત પહેરવેશમાં ખુબ જ સુંદર લાગી રહ્યાં હતાં.
View this post on Instagram
અંબાણી પરિવારમાં ઉજવણીની ઘડી હોય અને બૉલિવૂડ સેલેબ્સ તેનો ભાગ ન બને એવું તો બને જ નહીં. બાપ્પાના આગમની ઉજવણીમાં પણ બૉલિવૂડ સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો. રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, હેમા માલિની, અનિલ કપૂર, શાહરુખ ખાન પરિવાર સાથે, એશ્વર્યા રાય બચ્ચન, દિગ્ગજ અભિનેત્રી રેખા, નયનતારા, રશ્મિકા મંદાના અને શ્રદ્ધા કપૂર સહિતના સ્ટાર્સ સજી-ધજીને મુકેશ અંબાણીને ઘેર પહોંચ્યા હતાં.