Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > G-20 MEET: મુંબઈમાં આ રૂટ બંધ, ટ્રાફિક વિભાગે જાહેર કરી ગાઈડલાઈન

G-20 MEET: મુંબઈમાં આ રૂટ બંધ, ટ્રાફિક વિભાગે જાહેર કરી ગાઈડલાઈન

Published : 12 December, 2022 10:01 AM | Modified : 12 December, 2022 10:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

G-20 સમિટ 2023માં ભારતમાં યોજાશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપ G20 (G20 Meet)ની પ્રથમ બેઠક શરૂ થવાના એક દિવસ પહેલાં સોમવારથી મુંબઈમાં ટ્રાફિક નિયંત્રણો (Mumbai Traffic Restrictions) અમલમાં આવશે. આ બેઠક આવતી કાલે એટલે કે 13મી ડિસેમ્બરથી સાંતાક્રુઝ (પૂર્વ)માં હોટેલ ગ્રાન્ડ હયાતમાં યોજાશે. આ વિસ્તાર વાકોલા ટ્રાફિક વિભાગના અધિકારક્ષેત્રમાં આવતો હોવાથી, વાહનોની અવરજવર પર કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આજે એટલે કે 12 થી 16 ડિસેમ્બર સુધી નવી ટ્રાફિક માર્ગદર્શિકા લાગુ કરવામાં આવશે.


૧. ઇમરજન્સી સેવાઓના વાહનો સિવાય હનુમાન મંદિર, જૂના CST રોડ, નેહરુ રોડથી વાકોલા પાઈપલાઈન રોડ સુધી હોટલ તરફ આવતા કોઈપણ પ્રકારના વાહનો માટે પ્રવેશ અથવા પાર્કિંગ રહેશે નહીં.



૨. હોટેલમાં પટક કૉલેજ રોડથી છત્રપતિ શિવાજી નગર રોડ સુધી ઇમરજન્સી વાહનો સિવાયના તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.


૩. હનુમાન મંદિર, નેહરુ રોડ તરફથી આવતા વાહનોએ હંસબુગરા રોડ અથવા આંબેડકર જંકશન થઈને મિલિટરી જંકશન તરફ જવાનું રહેશે.

4. જૂના CST રોડથી આવતા વાહનો હંસાબુગરા જંક્શન પર જમણો વળાંક લઈને આગળ વધશે અને વાકોલા જંક્શનથી સાંતાક્રુઝ સ્ટેશન, નેહરુ રોડ અથવા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તરફ આગળ વધશે.


આ મામલાની જાણકારી ધરાવતા લોકોએ રવિવારે કહ્યું કે ભારત G20 મીટિંગનો ઉપયોગ વિકાસશીલ દેશો સાથે સંબંધિત મુદ્દાઓને પ્રકાશિત કરવા માટે કરશે.

આ પણ વાંચો: BKCથી થાણેનો પ્રવાસ થશે બેસ્ટ: આજથી શરૂ થશે નવી પ્રીમિયમ સેવા, જાણો વિગત

G-20 સમિટ 2023માં ભારતમાં યોજાશે

ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2023માં યોજાનારી G-20 સમિટની યજમાની ભારતે કરી છે, જેમાં અનેક દેશોના વડાઓ ભાગ લેશે. ભારતે તેની તૈયારીઓ પહેલેથી જ શરૂ કરી દીધી છે. મુંબઈમાં બેઠક ઉપરાંત, પ્રથમ G20 ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેન્ક ડેપ્યુટીઝ (FCBD) મીટિંગ 13-15 ડિસેમ્બર દરમિયાન બેંગલુરુમાં યોજાવાની છે, જેનું આયોજન નાણાં મંત્રાલય અને રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા (RBI) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. 1 ડિસેમ્બરથી ભારતે ઈન્ડોનેશિયામાંથી G20નું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. G20 નેતાઓની સમિટ સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હીમાં યોજાશે.

Whatsapp-channel Whatsapp-channel

12 December, 2022 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK